Gujarat

સાવરકુંડલામાં બી.આર.સી ભવન દ્વારા અભ્યાસ છોડી દેનાર અને શાળાએ ન જતા બાળકોનો સર્વે કરવામાં આવ્યો

સાવરકુંડલા શહેરના છેવાડાના વિસ્તારોમાં અને જાહેર જગ્યાઓ પર સમગ્ર શિક્ષા અંતર્ગત ક્યારેય પણ શાળાએ ન ગયેલ હોય તેવા તેમજ અધ વચ્ચેથી શાળા છોડી ગયેલ હોય તેવા ૬ થી ૧૯ વર્ષ સુધીના બાળકો અને બાળકીઓને ફરીથી શાળામાં પ્રવેશ મેળવે તે માટે આવા શાળા બહારના બાળકોનો સર્વે સાવરકુંડલાના વિવિધ વિસ્તારોમાંથી  હાથ ધરવામાં આવ્યો હતો ચાલો આપણે સૌ સાથે મળી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, તેમજ ૬ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને ધોરણ ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ મળી રહે તેવા પ્રયાસ કર્યા હતા. આ કામગીરીમાં પરમાર ભાવનાબેન એમ.એ.આર.એન્ડ વી.ઈ. પ્રાથમિક વિભાગ, જોશી દર્શનાબેન બી.આર.સી ભવન સાવરકુંડલા, રાઠોડ ભારતીબેન પી.એ.આર. એન્ડ વી.ઈ. માધ્યમિક વિભાગ તથા તમામ સ્ટાફ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને બાળકોને  શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ તકે બેંકો, પોલીસ સ્ટેશન, છેવડા ના વિવિધ વિસ્તારોમાં શિક્ષણની જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
એમ  અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું