છોટાઉદેપુર જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્રના તાલીમ હોલ ખાતે કવાંટ તાલુકાના લાલપુર અને ઉચેડા ગામના ખેડૂત ભાઈઓની તા.૨૭ થી ૨૯ નવેમ્બર દરમિયાન ત્રણ દિવસની તાલીમ શ્રી જે. ડી. ચારેલ નાયબ ખેતી નિયામક (તાલીમ) ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. આ તાલીમમાં બાગાયત ખાતાની યોજનાકીય માહિતી તેમ જ તેનો લાભ કેવી રીત લેવો તેની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી.
તેમજ રમેશભાઈ ડી. રાઠવા – સુસ્કાલ – ખેડૂત માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક કૃષિના આયામો જાતે બનાવી કેવી રીત વાપરવા તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમજ આત્મા યોજના અંતર્ગત સંજય એમ. રાઠવા – બ્લોક ટેકનોલોજી મેનેજર દ્વારા પ્રાકૃતિક કૃષિમાં જીરો બજેટની ખેતી અપનાવવા ખાસ પહેલ કરવામાં આવી. આ તાલીમમાં બાગાયત અધિકારી હિમાંશુ ડી. માહ્યાવંશી હાજર રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર