ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 3.0નું ચાલુ વર્ષે આયોજન કરવામાં આવેલ છે.
જે અન્વયે ખેલ મહાકુંભ 3.0 ના રજીસ્ટ્રેશનના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે અધિક નિવાસી કલેકટર જે.બી. દેસાઈના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 3.0 અંગેની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મહત્તમ રમતવીરો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવે અને તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવે તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં કોઈપણ ખિલાડીને રમત દરમિયાન જો ઈજા પહોંચે તો સત્વરે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવા માટે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી હતી. મહત્વનું છે કે, સમગ્ર જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 32,589 જેટલા રમતવીરોએ કરાવ્યું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 25 ડીસેમ્બર છેલ્લી તારીખ છે.
