Gujarat

 દેશમાં લોકસભાની ચૂટણીના મહાપર્વમાં છોટાઉદેપુરના વેપારીની અનોખી પહેલ, મતદાન કરીને આવનાર નાગરિકને દુકાનમાં મળશે ૫૦ ટકા ડિસ્કાઉન્ટ

આમ તો દિવાળી ઈદ સહિતના તહેવારોમાં દુકાનદારો, વેપારીઓ જુદી જુદી ઓફર આપતા હોય છે. પરંતુ દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ નિમિત્તે છોટાઉદેપુરના તેજગઢ ગામના વેપારી મજીદભાઈ ખત્રીએ તેમના દરેક વેપારમાં મતદાન કરનાર મતદાર માટે વિવિધ ડિસ્કાઉન્ટની ઓફર જાહેર કરી છે. છોટાઉદેપુરથી દસ કિમીના અંતરે તેજગઢ ગામે મજીદભાઈની ગાર્મેન્ટ્સ અને ફૂટવેરની દુકાન “સાગર” આવેલી છે.
સાતમી મે ના રોજ મતદાન કરીને આવશે, તેણે મજીદભાઈની દુકાનમાં ગારમેન્ટ્સમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમજ ફૂટવેરમાં ૨૦ ટકાની છૂટ જાહેર કરી છે. એટલુજ નહીં મજીદભાઈનું પેટ્રોલ પંપ પણ છે. અને મતદાન કર્યાની આંગળી બતાવવા પર પેટ્રોલ ઉપર ૧ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. મજીદભાઈનું માનવું છે કે લોકોએ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ જોડાવું જોઈએ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.