Gujarat

ચૂંટણી મહાપર્વમાં ચોક્કસ આવજો અનોખી કંકોત્રી છપાવી આમંત્રણ

લોકસભા ચૂંટણી 2024 માં ગુજરાત રાજ્યની તમામ26 લોકસભા બેઠક માં આગામી તારીખ 7મે ને મંગળવારના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો લોકો વધુ મતદાન કરે તે માટે કંકોત્રી બનાવવામાં આવી છે. જેમાં મતદારોને કંકોત્રીનાં માધ્યમથી મતદાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કંકોત્રીમાં આપ, આપના સગા સંબંધી, મિત્રો આડોશી – પાડોશી સહ કર્મચારીઓ સહિત વહેલા વહેલા પધારી, 100 ટકા મતદાન કરી – કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ના અવસરમાં પધારવા આમંત્રણ પાઠવવામા આવ્યું છે.

મતદાન મુહૂર્ત માટેનો સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે . તો જેમ ઘરમાં પ્રસંગ હોય ત્યારે તરીકે પ્રિસાઈડીંગ ઓફિસર , મહિલા પોલીંગ ઓફિસર, આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફીસર, મહિલા પોલીંગ ઓફિસર, બુથ ફરજ પરના સેવક, પોલીંગ ઓફિસર બુથ પરના સુરક્ષા કર્મચારી વગેરેનો ઉલ્લેખ દર્શનાભિલાષી તરીકે કરાયો છે.