છોટાઉદેપુર જિલ્લાના ૧૫૦૦ જેટલા ખેડૂતો ને લઢોડ સુગર ફેક્ટરીમા સેરડી વેચી હતી તેઓને ૧૨ કરોડ રૂપિયાની ચૂકવણી સરકાર ના કરતા ખેડૂતો એ ચૂંટણી બહિષ્કાર ની બ્યુગલ ફૂક્યું ગામે ગામ ખેડૂતો ભેગા થઈ સરકાર સામે મોરચો માંડવાનીની તૈયારી અને ચૂંટણી બહિષ્કાર માટેની રણનીતિ બનાવી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા નસવાડી તેમજ કવાંટ પંચમહાલના હાલોલના ખેડૂતોએ બોડેલી તાલુકાના લઢોડ ખાતે ખેડૂતોના ભંડોળ થી સુગર ફેક્ટ્રી ઊભી કરી હતી. ત્યારબાદ સુગર ફેક્ટરી નફો કરતી હતી. અને ખેડૂતો એનું સંચાલન કરતા હતા. પરંતુ સરકાર દ્વારા આ સુગર ફેક્ટરી ઉપર ભાજપના હોદ્દેદારોને વહીવટ સોપતા સુગર ફેકટરી ખોટમા જતા 7 તાલુકાના ખેડૂતોના ૧૨ કરોડ રૂપિયા છેલ્લા ૧૫ વર્ષથી ચૂકવણી ના કરતા ખેડૂતોને દર વખતની ચૂંટણીમા નાણાં આપી દેવા માટે વચનો આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોને નાણાં ના મળતાં ૧૫ વર્ષ થી સરકાર ના ઠાલા વચનો થી થાકી જતા ખેડૂતો ની ધીરજ ખૂટી જતાં હવે લોકસભા ની ચટણી મા 7 તાલુકામાં અલગ અલગ બેઠકો કરી ને લધોડ સુગર ફેકટરી ના નાણાં નહિ ચૂકવવામાં આવે તો ગામે ગામે ચૂંટણી બહિષ્કાર માટે ખેડૂતો એ એલાન કર્યું છે. આની શરૂઆત બોડેલી તાલુકાના રાજ બોડેલી ગામેથી કરવામાં આવી છે. ગામે ખેડૂતો ભેગા થઈ ને આખા જિલ્લામા ખેડૂતો નું સંમેલન અલગ અલગ તાલુકામાં રાખી ને શેરડી ના નાણાં જે ખેડૂતો ના બાકી છે. તે ખેડૂતો વિરોધ કરશે અને લોકસભા ની ચટણી નો બહિષ્કાર કરશે.
વર્ઝન રમેશભાઈ મોહનભાઈ પટેલના જણાવ્યા મુજબ લઢોડ સુગર ફેકટરીમા ૫ લાખ રૂપિયા સેટડી ના બાકી છે સરકારે સુગર ફેકટરી વેચી દીધી પરંતુ અમારા નાણાં આજ દિન સુધી ચૂકવ્યા નથી ૧૫ વર્ષ થી સરકાર એમને ઠાલા વચનો આપતા હોવાથી દરેક ગામે ખેડૂતો નું સંમેલન કરી લોકસભા ની ચટણી નું બહિષ્કાર કરીશું

