Gujarat

ટોરોન્ટોથી પેરિસ માટે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં એર કેનેડાના વિમાનમાં આગ, ૪૦૨ મુસાફરો હતા સવાર

કેનેડાની રાજધાની ટોરેન્ટોમાં એક મોટો હવાઈ અકસ્માત ટળ્યો છે જેમાં એર કેનેડાની એક ફ્‌લાઇટ ટોરોન્ટોથી પેરિસ જતી ફ્‌લાઈટમાં અચાનક આગ લાગવાણી ઘટના બની હતી. રનવે પરથી ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાં જ પાયલેટની સમજણથી વિમાન નીચે ઉતાર્યું. આ રીતે વિમાનમાં સવાર ૪૦૨ લોકોના જીવ બચી ગયા. વિમાનમાં આગ લાગવાની ઘટના બુધવારે એટલે કે પાંચ જૂન મોડી રાત્રે બની હતી. પાયલોટે ‘પૈન-પૈન’ની બૂમો પાડીને તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરી અને એટીસીને તાત્કાલિક રનવે ખાલી કરવાની માંગ કરી. હજાર ફૂટની ઊંચાઈએ ઉડતું પ્લેન નીચે લાવવામાં આવ્યું હતું. આ પછી એરપોર્ટ ક્રૂ મેમ્બરોએ પ્લેનમાં લાગેલી આગને બુઝાવી દીધી અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે એર કેનેડા ૭૭૭ વાઈડ બોડી પ્લેનમાં બુધવારે બપોરે ૧૨ઃ૧૭ વાગ્યે (ટોરોન્ટો સમય) આગ લાગી હતી. રાત્રે ૧૨.૩૯ વાગે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) એ પ્લેનના પાયલટને આ જાણકારી આપી. આ પ્લેનમાં ૪૦૨ લોકો સવાર હતા, જેમાં ૩૮૯ મુસાફરો અને ૧૩ ક્રૂ મેમ્બર હતા. બાદમાં તે જ રાત્રે મુસાફરોને બીજી ફ્‌લાઈટમાં મોકલવામાં આવ્યા હતા. ધ સ્ટારના એક અહેવાલ અનુસાર, બોઇંગ જેટમાં ખામી સર્જાઈ હતી તેને સેવામાંથી દૂર કરી દેવામાં આવ્યું છે અને તેના મેઈન્ટેનન્સ સ્ટાફ અને એન્જિનિયરો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યૂ હતું.