Entertainment

ફરી એક સાથે જોવા મળશે અમિતાભ અને અભિષેક બચ્ચન ની જોડી

પિતા અને પુત્રની જોડે એટલે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મોએ કેટલો બિઝનેસ કર્યો તે એક અલગ બાબત છે. પરંતુ એ સ્પષ્ટ છે કે દરેક ફિલ્મની ઘણી ચર્ચા થઈ છે. હવે આ બંનેના ચાહકોને ફરી એકવાર આ પિતા-પુત્રની જોડીને સાથે કામ કરતી જોવાની તક મળશે અને આ માત્ર અટકળો નથી કારણ કે અમિતાભ બચ્ચને ખુદ આ અંગેની તસવીર શેર કરી છે. ખૂબ જ રસપ્રદ ટ્‌વીટ સાથે.

અમિતાભ બચ્ચને પોતાના ઠ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તસવીરમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને રેર્કોડિંગ રૂમમાં જોવા મળી રહ્યા છે. બંનેના કાન પર હેડફોન છે અને જે રીતે વાયર લંબાવવામાં આવ્યા છે, તમે અનુમાન કરી શકો છો કે ડબિંગ અથવા રેર્કોડિંગનું કામ ચાલી રહ્યું છે.

અમિતાભ બચ્ચન લાલ રંગના કુર્તા અને બ્લુ ડેનિમમાં જોવા મળ્યા હતા. અભિષેક બચ્ચન બ્લૂ જેકેટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો. તસવીર શેર કરતાં અમિતાભ બચ્ચને લખ્યું, “પિતા અને પુત્ર એક સાથે બેઠા છે, કામ પર એક જ જગ્યાએ, ટૂંક સમયમાં સ્ક્રીન પર આવશે જોડી, તેમના અદ્ભુત કામ માટે.તે સ્પષ્ટ છે કે બંનેએ સાથે મળીને એક પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી દીધી છે અને હવે આવનારી ફિલ્મ આ પિત્ર-પુત્રની જોડીની છઠ્ઠી ફિલ્મ હશે.