સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂડ (અગ્નિશરગ)હથીયાર સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. અને કોસ્ટલ સિડયુરીટી, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા એ.ટી.એસ. ચાર્ટર લગત રાજ્યમાં ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે ગેરકાયદેસર હથિયાર અંગેના ઈસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને ભય મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.જે અનુસંધાને ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાઠી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓ દ્વારા આગામી ગણપતિ વિસર્જન તથા ઈલે-મિલાદ તહેવારો અનુસંધાને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે અંગે તકેદારીના ભાગરૂપે જિલ્લામાં એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દર્શમયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે “સાવરકુંડલા-મહુવા બાયપાસ રોડ, નળમાં નહેરાના કાંઠે એક ઝુપડામાં એક ઠાથ બનાવટની દેશી જામગીરી બંદુક રાખેલ છે” જે અનુસંધાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઈડ કરતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈરામને ઝડપી પાડેલ છે.
*પકડાયેલ આરોપીનું નામ* :-
*સુલતાનભાઈ રહેમાનભાઈ લાડડ, ઉ.વ.-૨૭, ધંધો-મજુરી, રહે.સાવરડુંડલા, મારુતીનગર, હાલ- રહે.સાવરકુંડલા-મહુવા બાયપાસ રોડ, નળમાં નહેરાના કાઠે તા.સાવરકુંડલા, જિ.અમરેલી*
*કબ્જે કરેલ મુદ્દામાલ*:-
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટની જામગીરી બંદુક (અગ્નિશસ્ત્ર) જેની
કિ.રૂ.૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરુધ્ધ આર્મ્સ એક્ટ તથા મે.અધિક જીલ્લા.મેજી.સા.અમરેલીના ઠથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરાવી આરોપીને
વધુ તપારા અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. યુવરાજસિંહ સરવૈયા, રફીકભાઈ રાઠોડ, નાજભાઈ પોપટ તથા પોલીસ ડોન્સ.પ્રવિણસિંહ ચૌહાણ, ગોવિંદસિંહ ડાભી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


