જવાહર મેદાન ખાતે ભાવનગર કા રાજા ભવ્ય ગણેશ ઉત્સવ માં 10 દિવસ દરરોજ અલગ અલગ મેડિકલ કેમ્પ,પ્રાથમિક સારવાર ટુકડી અને રક્તદાન શિબિર નું આયોજન
કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા,ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, પોલીસ અધિક્ષક ડો.હર્ષદભાઈ પટેલ, ડીવાય એસપી શ્રી સિંઘલ, શહેર ભાજપા પ્રમુખશ્રી અભયભાઈ ચૌહાણ અને સંગઠન દ્વારા રેડક્રોસ બ્લડ બેન્ક ની રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ ની મુલાકાત કરી
ભાવનગર ખાતે ચાલતા ગણેશ મહોત્સવ માં જવાહર મેદાન ખાતે વિરાજમાન ભાવનગર કા રાજા નારાયણ સેવા ટ્રસ્ટ સાથે જોડાઈ ને રેડક્રોસ ભાવનગર દ્વારા રોજ અલગ અલગ રોગ ના નિદાન અને સારવાર કેમ્પ, પ્રાથમિક સારવાર ની ટુકડી, એમ્બ્યુલન્સ સેવા આપવા માં આવી છે સાથે સાથે દરરોજ રક્તદાન શિબિર પણ યોજવા માં આવી રહી છે જેનો બહોળી સંખ્યા માં લોકો લાભ લઈ રહ્યા છે.રેડક્રોસ ભાવનગર સંચાલિત ઉત્તમ એન.ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (રેડક્રોસ બ્લડ બેન્ક) દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવા માં આવેલ છે જેની મુલાકાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, પોલીસ અધિક્ષક ડો.હર્ષદભાઈ પટેલ, ડીવાય એસપી શ્રી સિંઘલ,શહેર ભાજપા પ્રમુખશ્રી અભયભાઈ ચૌહાણ, મહામંત્રીઓ , શિક્ષણ સમિતિ ચેરમેન નિકુંજભાઈ મહેતા,નિલેશભાઈ રાવલ નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને રેડક્રોસ ની મેડિકલ સેવાઓ ની મુલાકાત કરી ને રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે મેડિકલ સુવિધાઓ ની માહિતી મેળવી હતી નારાયણ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ અને રેડક્રોસ ના હોદેદારો અને મેડિકલ ટિમ ને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ કનુભાઈ ખાચર



