‘વાઇબ્રન્ટ ઇન્ડિયા પ્રતિભાનુ પ્રદર્શન’ સાર્થક કરતી આકર્ષક અને સંસ્કૃતિની અનોખી ઝલક પ્રદર્શિત કરતા 8 રાજ્યોની પ્રતિકૃતિ વિદ્યાર્થી દ્વારા સર્જવામાં આવી હતી. તેમજ વિવિધ રાજ્યોના નૃત્યોની પણ રમઝટ દ્વારા મંચને ન્યાય આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ઉત્સાહ અને પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન આ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું માતા-પિતા તેમજ જન મેદની આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું ઉદઘાટન ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા (આઇપીએસ) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે સર્વગ્રાહી શિક્ષણ અને સંલગ્નતા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડનાર શાળાના ઉમદા પ્રયાસની પ્રશંસા કરી હતી.
કાર્નિવલમાં અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભોજન, રમતો તથા લકી ડ્રો જેવા વિવિધ આકર્ષણના માધ્યમ જનતા માટે ઉપલબ્ધ હતા. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર,પંજાબ, ગોવા, પશ્ચિમ બંગાળ, કેરલા, જમ્મુ કશ્મીર જેવા વિભિન્ન રાજ્ય પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તેમની રચનાઓનું પ્રદર્શન કર્યું હતું સાથે સાથે ઇકો ફ્રેન્ડલી સોલ્યુશનથી માંડીને કલાત્મક માસ્ટર પીસની કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે. જે સર્જનાત્મકતા અને પ્રોત્સાહન આપવા માટે શાળાની પ્રતિભાને પ્રતિબિંબિત કરે છે.
શાળાના સુકાની એવા આચાર્ય ડો. યોગેશ જૈને પણ પ્રસંગોપાત ઉદબોધન કરી શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષક ગણની કાર્યદક્ષતા, સમર્પણ અને પ્રતિભાનોને બિરદાવી હતી. પ્રદર્શનમાં ઉપસ્થિત મુલાકાતીયો તમામ પ્રદર્શનની પ્રસ્તુતિના વખાણ કર્યા હતા. પોતાના બાળકોના ઉત્તમ ઉજ્જ્વળ ભવિષ્ય નિર્માણની કામના થકી શાળામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના ઉત્સાહી માતાઓ દ્વારા પણ એક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.