Gujarat

અમરેલી ભરાડ સ્કૂલ દ્વારા ZENITH ZEST થીમ આધારિત એન્યુઅલ ફંકશન

અમરેલી ભરાડ સ્કૂલ દ્વારા ZENITH ZEST થીમ આધારિત એન્યુઅલ ફંકશન

દર વર્ષે નવી નવી થીમ પર આધારિત વાર્ષિક કાર્યક્રમ અમરેલી ભરાડ સ્કૂલ દ્વારા યોજાય છે. ચાલુ વર્ષે ૨૦૨૩-૨૦૨૪ નો વાર્ષિક કાર્યક્રમ ZENITH ZEST (ટોચ પર પહોંચવાની ઉત્કંઠા) સ્કૂલ મારફત કરવામાં આવેલ છે.
તા.૨૨-૩-૨૦૨૪ ના વાર્ષિક કાર્યક્રમમાં જાણીતા શિક્ષણ વિદ્ શ્રી ગિજુભાઈ ભરવાડ સંસ્થાના વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને ઉચ્ચ અભ્યાસ અંગે નવી શિક્ષણ નિતિઓ બાબતોથી વાકેફ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.
બાદ સંસ્થાના બાળકોએ તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. વિશેષ આ કાર્યક્રમમાં જુનિયર દેવાનંદ અને જુનિયર નરેશ કનોડીયા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ આમંત્રિત સંતો, મહંતો, રાજકીય મહાનુભવો અને સમાજ શ્રેષ્ઠીઓ બાળકોની કલા નિહાળી પ્રોત્સાહિત કરશે.
કાર્યક્રમનું સ્થળ ભરાડ સ્કૂલ સ્વામી ગુરુકુળ, ધરમનગર, લાઠી રોડ, અમરેલી, તા.૨૨-૩-૨૦૨૪ સમય સાંજના છ કલાકે. તો ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પંકજભાઈ મહેતા તથા શ્રીમતી અલ્પાબહેન મહેતા સર્વેને આમંત્રિત કરે છે. કાર્યક્રમને સફળ બનાવવા કેમ્પસ ડાયરેક્ટરના માર્ગદર્શન મુજબ સ્કૂલ સ્ટાફ સારી એવી જહેમત ઉઠાવી રહેલ છે. તેમ પંકજભાઈ મહેતાની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

IMG-20240321-WA0058.jpg