માળીયાહાટીનાના ડો.સાથે છેતરપિંડી કરનારની ધરપકડ
મહિલા પીએસઆઇ એસ આઈ સુમરાએ બે જ કલાકમાં આરોપી ની ધરપકડ કરી
માળિયા હાટીના તા. માળીયાહાટીનામાં એસટી રોડ ઉપર દવાખાનું ચલાવતા ડોક્ટર જે ડી સુતરીયા સાહેબ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી ચીટીંગ કરી રૂપિયા પાંચ લાખથી પણ વધુ રકમ ચૂનો લગાવનાર આરોપીને પોલીસે બે જ કલાકમાં ઝડપી પાડ્યા હતા.
આ અંગે પોલીસ માંથી મળતી વિગત મુજબ જુનાગઢના વિજયભાઈ પરસોતમ ભાઈ ભલાણી અને મધ્યપ્રદેશ વાળા દિનેશભાઈ ઘોઘાભાઈ
ડોક્ટર સુતરીયા ના કોન્ટેકમાં આવ્યા હતા અને સુતરીયા સાહેબને વારંવાર કહેતા હતા કે તમો મને રૂપિયા પાંચ લાખ આપો તો હું તમને દર મહિને વળતર પેટે 50,000 રૂપિયા આપીશ આ પ્રલોભનમાં આવીને ડોક્ટર સુતરીયા મધ્યપ્રદેશ વાળા દિનેશભાઈના ખાતામાં રૂપિયા પાંચ લાખ નાખ્યા હતા અને તરત જ દિનેશભાઈએ પોતાનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું આ બાબતે ડોક્ટર સુતરીયાએ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પીએસઆઇ એસ આઇ સુમરા એ બે જ કલાકમાં આરોપી વિજયભાઈ પરસોતમ ભાઈ ભલાણી ની ધરપકડ કરી લીધી હતીઅને મધ્યપ્રદેશ ના આરોપી દિનેશભાઈ બોઘાભાઈનીધરપકડ કરવા માટે પોલીસના ચક્રો ગતિમાન કરેલ હતા.
આ ચીટીંગના ઝપાટામાં ડો જે ડી સુતરીયા સાહેબની સાથે બીજા બે વ્યક્તિ પણ હોવાનું જાણવા મળે છે
કુલ રૂપિયા 12,50,000 ની છેતરપિંડી ની ફરિયાદ થયેલ હતી.
આ કામેમાળીયાહાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.એસ.આઈ સુમરા દ્વારા આ કામના આરોપીની ધરપકડ કરી માળીયાહાટીના કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડ માટે કાર્યવાહી કરેલ હતી અને નામદાર કોર્ટમાં પીએસઆઇ સુમરાએ વિગતવાર દલીલો રજૂ કરી હતી નામદાર કોર્ટે બે દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર કરી અને આરોપીને પોલીસ કસ્ટડીમાં પોલીસને સોંપેલ છે આમ બાહોશ અધિકારી દ્વારા તાત્કાલિક તાબડતોબ કાર્યવાહી કરી પ્રજામાં એક ખૂબ જ સારી કામગીરીનો મેસેજ પહોંચાડેલ છે અને કોઈ ભોગ બનનાર હોય તો તેને પોલીસ સ્ટેશનમાં આવવા અને પીએસ આઇ સુમરા નો સંપર્ક કરવા અનુરોધ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જ્યારથી આ અધિકારી ની નિમણૂક થયેલ છે ત્યારથી અનેક ગુનેગારોને પકડી તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવેલ છે
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*



