Gujarat

એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

એન.ડી.પી.એસ. એક્ટ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા જીલ્લા ખાતે ગંભીર પ્રકારના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અંગે માહીતી મેળવી તેનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસ અધિક્ષ હિંમકર સિંહ અમરેલી નાઓ દ્વારા આગામી ગણેશ વિરાર્જન તથા ઈલે-મિલાદ તહેવારો અનુરાધાને જિલ્લામાં કોઈ ગંભીર પ્રકારનાં ગુન્હાઓ ન બને જેથી ગંભીર પ્રકારના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાં આપેલ હોય. જે અનુસંધાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી જિલ્લામાં નાસતા ફરતા આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી ક૨વા સતત પ્રયત્નશીલ રહેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. ટીમ અમરેલી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-Bગુ.૨.નં.૧૧૧૯૩૦૦૩૨૪૦૫૩૩/૨૦૨૪ એન.ડી.પી.એસ. એકટની ડ.૮(સી), ૨૦(બી) (ii), ૨૯ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ચોક્કસ અને આધારભુત બાતમી આધારે અમરેલી ટાઉન વિસ્તાર ખાતેથી પકડી પાડેલ છે.

*પકડાયેલ કેદીની વિગત* –

*સતારભાઈ જીવાભાઈ ભાડુલા, ઉ.વ.૫૯, ધંધો-રીક્ષા ડ્રાઈવીંગ, રહે.ભાવનગર, કુંભારવાડા, મીલની ચાલી, મરજીદવાળો ખાંચો, તા.જી.ભાવનગર*

*આમ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં ઠેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. રફીકભાઈ રાઠોડ, નાજભાઈ પોપટ, યુવરાજસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. મનિષદાન ગઢવી તથા પોલીસ કોન્સ. જીગ્રેશભાઈ પોપટાણી દ્વારા કરવામાં આવેલ છે*

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20240909-WA0014.jpg