Gujarat

લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુંભાઈ રાઠવા છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારમાં પહોંચ્યા હતા

લોકસભા ચૂંટણી 2024 નો સમય હવે નજીક છે. ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામે પ્રચાર માટે પહોંચ્યા હતા.
કબીર મંદિર ખાતે દર્શન પણ કર્યા હતા. લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા કબીર મંદિર ખાતે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. જ્યાં તેઓની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ  ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. જશુભાઈ રાઠવા કોલીયારી ગામે પ્રચારમાં પહોંચતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અને લોકોએ પાચ લાખથી વધુની લીડથી છોટાઉદેપુર લોકસભાની બેઠક જીતાડવા માટે  વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.