આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એ.ટી.એસ.ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ….
જે અન્વયે. વી.એન.તડવી એસ.ઓ.જી.I/C પોલીસ સબ ઇન્સપેક્ટર નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે કવાંટ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન, વી.એન.તડવી એસ.ઓ.જી I/C પોલીસ સબ ઇન્સપેક્ટર નાઓને ખાનગી રાહે બાતમી હક્કિત મળેલ કે, કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના વજેપુર ગામે કેળવા ફળીયામાં રહેતા ઝમલાભાઇ સેંગલાભાઇ રાઠવા નાઓ પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તેમચો લાયસન્સ પરવાના વગરનો ગેર કાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઝમલાભાઈ સેગલાભાઈ રાઠવા ઉ.વ.૩૮ રહે વજેપુર ગામે કેળવા ફળીયા તા કવાંટ જી છોટાઉદેપુર નાઓ હાજર મળી આવતા તેઓના કબજા ભોગવટાના રહેણાક મકાનની છાદલી ઉપર કપડામા વિંટાળીને રાખેલ એક દેશી હાથ બનાવટનો તંમચો ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાનો મળી આવતા કિમત રૂપીયા ૫,૦૦૦ –ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ધી આર્ટ્સ એકટ મુજબ કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે અને છોટાઉદેપુર એસ.ઓ.જીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળેલ છે