Gujarat

ઉનાના ગાંગડા ગામે માલણનદીના કાંઠે સિંહણ એ શિકારની પાછળ દોટ મુકતા પશુ અને સિંહણ કુવામાં ખાબક્યા

વન વિભાગે સિંહણને સલામત રીતે બહાર કાઢી, ગાયનું મોત નીપજતાં મૃતદેહને બહાર કઢાયો..

ઉનાના ગાંગડા ગામે માલણ નદીના કાંઠે રહેણાક વિસ્તાર પાસે એક કૂવો આવેલો છે. અહીં એક સિંહણ શિકારની શોધમાં આવી પહોંચી હતી અને ત્યાં આસપાસમાં એક બિનવારસુ પશુના શિકાર માટે સિંહણે તેની પાછળ દોટ મૂકી હતી. તેવામાં પશુ સાથે સિંહણ પણ કૂવામાં ખાબકી હતી. વન વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સિંહણને દોરડા વડે ખેંચી સલામત રીતે બહાર કાઢી હતી. જ્યારે આ કૂવામાં પશુ ગાયનું મોત નીપજતાં તેનાં મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ આસપાસ લોકોને થતાં ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
ગીર (પૂર્વ)વન વિભાગ ધારી હેઠળની જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળની જસાધાર રાઉન્ડની ઘોકડવા બીટમાં ઉના તાલુકાના ગાંગડા ગામે માલણનદીના કાંઠે આવેલ ભાણાભાઇ ભીમભાઇ સિંઘવના પારાપીટ વોલ બાંઘેલ કુવામાં વન્યજીવ એક સિંહણ માદા પડેલ હોવાની  વન વિભાગના સ્ટાફને જાણ થતા રાજદિપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષ જોઈ ધારી તથા એમ.આર.ઓડેદરા, મદદનિશ વન સંરક્ષક ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ એલ.બી.ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાધાર તથા જસાધાર, નવાબંદર રાઉન્ડના સ્થાનિક સ્ટાફ તથા ટ્રેકસ ટીમ સાથે તાત્કાલીક સ્થળ પર પહોંચી સ્થળ ચકાસણી કરતા વહેલી સવારના સમયે શિકાર પાછળ દોડતી વખતે અકસ્માતે સિંહણ માદા-૧ તથા ગાય-૧ કુવામાં પડેલ હોવાનું ધ્યાને આવતા પળનોય વિલંબ કર્યા વગર ટ્રેકર્સ ટીમના સભ્યોને કુવામાં સલામત રીતે ઉતારી દોરડાના ગાળીયા દવારા સિંહણને જીવંત સલામત રીતે કુવામાંથી બહાર કાઢી પાંજરામાં પુરેલ તેમજ આજ કુવામાં રહેલ ગાય મરણ ગયેલ હોય તેના મૃતદેહને પણ કુવાની બહાર દોરડા વડે કાઢી જોતા ગાયના શરીર પર સિંહણના પંજાના ન્હોરના ઉઝરડાના નિશાનો જોવા મળેલ જેથી સ્પષ્ટ થયેલ કે આ સિંહણ ગાયનો શિકાર કરતી વખતે ગાય અને સિંહણ બન્ને આકસ્મીક કુવામાં પડેલ હશે.અને હાલ આ સિંહણ માદા-૧ ને જસાધાર ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ઓબર્ઝવેશન માટે ખસેડવામાં આવેલ છે.