Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી પોલીસની ઉત્તમ કામગીરી આવી સામે દારૂ વેચતી બેહનો ને શાકભાજી નો વેચાણ કરાવ્યો શરૂ

  *મહિલાઓ ના જીવન માં પોલીસે લાવ્યું પરિવર્તન ત્રણ મહિલાઓ ઉપર દારૂ ના 30 થી વધુ હતા કેસો*
દાંતા તાલુકો એ વનવાસી ક્ષેત્ર ધરાવતો વિસ્તાર છે જેમાં વનવાસી ક્ષેત્રમાંથી મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં રોજગાર માટે લોકો આવતા હોય છે. યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમય થી ગામ માં દેશી દારૂ નું વેચાણ વધતું હતું જેને લઇ ને અવર નવાર યાત્રાધામ અંબાજી ની ગરિમા ને ઠેસ પહોંચી રહી હતી ત્યારે અંબાજી પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જે મહિલાઓ ને આ દારૂ વેચાણ ના રસ્તે થી દૂર કરી ને સમાજમાં સન્માન ભર્યું જીવન જીવી શકે તે માટે અંબાજી પોલીસે પ્રયત્ન કર્યો છે અને આ મહિલાઓ ને શાકભાજી નો વ્યવસાય ચાલુ કરી આપવામાં આવ્યો છે અને આ મહિલાઓ દારૂનું વેચાણ બંધ કરી હવે અંબાજી માં શાકભાજી વેચી ને ગુજરાન ચલાવી રહી છે…
*અંબાજીના પી આઈ જી.આર.રબારી એ મહિલાઓ માટે શું કહ્યું*
આ અંગે અંબાજી ના પી આઈ જી આર રબારી એ કીધું હતું કે આ મહિલાઓ વર્ષો થી અહીંયા દારૂ વેચ તી હતી અને પોલીસ દ્વારા તેમને પકડી પાડી ને જેલ હવાલે કરવામાં આવતી હતી પરંતુ તેઓ ફરીથી છૂટી ને આ દારૂ નો ધંધો ફરીથી શરૂ કરી દેતી હતી જેના લીધે આ ચાલતું જ રહેતું હતું પરંતુ અમે નવો પ્રયત્ન કર્યો અને આ મહિલાઓ ને સમજાવી ને તેમને દારૂ નો ધંધો બંધ કરાવી ને શાકભાજી વેચવાની સલાહ આપી અને કીધું કે જો તમે દારૂ વેચસો તો તમારી કમાણી પોલીસ અને કોર્ટ કચેરી ના ધક્કાઓ માં જતા રહે છે જેમાં તમારા પૈસા અને આબરૂ બંને નું નુકસાન છે અને તેના બદલે જો તમે શાકભાજી નો ધંધો કરશો તો તમને નફો અને આબરૂ બંને મળશે જેને સમજી ને આ બેહનો એ આ શાકભાજી ના ધંધા નું સુભારંભ કર્યો છે..
*મહિલાઓને ગામજનોએ દારૂ ની જગ્યા એ શાકભાજી વેંચતા જોયા તો તેમના પણ પોલીસ ની આ કામગીરી ને બિરદાવી*
યાત્રાધામ અંબાજી માં આ પહેલ શરૂ કરવામાં આવી હતી અને આ બહેનો ને જયારે લોકો એ દારૂ ની જગ્યા એ શાકભાજી વેંચતા જોયા તો તેમના પણ પોલીસ ની આ કામગીરી ને બિરદાવી હતી અને બીજા લોકો એ પણ આ પર થી શીખ લઇ ને સારા જીવન તરફ વાળવા માટે પ્રેરણા લેવી જોઈએ અને નવું જીવન શરૂ કરવું જોઈએ
*પોલીસ ને લોકો કઠોર હૃદય વાલા તરીકે જાણતી હોય છે પરંતુ પોલીસ ના હૃદયમાં માનવતા હોય છે તેનું ઉદાહરણ અંબાજીમાં જોવા મળ્યું*
અવર નવર પોલીસ ઉપર આક્ષેપો લાગતા હોય છે કે તે લોકોને હેરાન પરેશાન કરતા હોય છે અને પોલીસ ને લોકો કઠોર હૃદય વાલા તરીકે જાણતી હોય છે પરંતુ પોલીસ ની અંદર પણ હૃદય હોય છે અને હૃદયમાં માનવતા હોય છે તે ઉદાહરણ પૂરું પાડ્યું છે આ મહિલાઓ હવે ઈમાનદારી નો ધંધો કરી ને જયારે પૈસા કમાશે અને તેમના બાળકો શિક્ષણ અને સન્માન ભરી જિંદગી જીવશે ત્યારે અંબાજી પોલીસ સ્ટાફ અને પી આઈ જી આર રબારી ને ચોક્કસ યાદ કરશે..