નાના કોટડા – મોટા કોટડા રોડ વચ્ચેના કોઝવે પુલની બદતર હાલત, તત્કાલ રિપેરીંગ કરો લોકોની બુલંદ માગણી
(દર વર્ષની શિરદર્દ સમસ્યાનો ઉકેલ લાવવા જવાબદાર તંત્રને વિનંતી)
નાનાકોટડા થી મોટા કોટડા રોડ ઉપર આવેલ વિછીયા વોકળા ઉપર આવેલ કોઝવે પુલ તુટી ગયેલ છે. આ બાબતે છેલ્લા ૧૦ (દસ) વર્ષથી અવાર નવાર રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતુ નથી. સંસદ સભ્ય, ધારાસભ્ય, જી – તા. પંચાયત સદસ્યશ્રીઓને પણ અવાર નવાર રજુઆતો કરેલ. છતાં પણ આનો ઉકેલ નથી આવ્યો.
સામાન્ય વરસાદનું પાણી આવે એટલે તુરત પુલ ધોવાઇ જાય છે. આ વોકળામાં ત્રણ વ્યક્તિ તણાઇને મ્રુત્યુ પામી છે. અને હજુ જો તંત્ર આમા ધ્યાન નહિ આપે તો હજુ જાનહાની થવાની શક્યતા નકારી ન શકાય. તેમ જિલ્લા ભાજપ કારોબારી સભ્ય બક્ષિપંચ મોરચાના ભીખુભાઈ રાજગોરની અખબાર યાદી જણાવે છે.
જો આ બાબતે નિર્ણય દિવસ (૧૦) મા નહી આવેતો કચેરીમાં ગામલોકો આવીને ઘેરાવો કરશુ. તેમજ ગાંધી ચીંધ્યા રાહે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. હવે પછી કોઈપણ વ્યક્તિને અકસ્માતે કાંઈ પણ થાશે તો તેની જવાબદારી તંત્ર ની રહેશે. તેમ ભીખુભાઈ રાજગોર એ જણાવેલ છે.
સી.વી.જોશી વિસાવદર