છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુરની ટીમે દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, ભાજપના નેતા જયસિંહભાઈ સહિત છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીની ટીમે દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.