Gujarat

સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું

સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું
સાસણ નજીક હિરણ નદીના કાંઠે આવેલા સુંદર રમણીય સ્થળ હિરણ રિસોર્ટમાં પર્યટકો ની જંગલમાં આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિકતા જળવાઈ રહે તેવા ભાવ થકી હીરણ રિસોર્ટમાં સુંદર મજાનું શિવ મંદિર આકાર પામશે
દેવા થી દેવ મહાદેવ મુક્તેશ્વર મહાદેવના આ મંદિરનું હિરણ રિસોર્ટ ખાતે આધ્યાત્મિક અને માનવ સેવાના ભેખધારી તેમજ અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ શ્રી મુક્તાનંદ બાપુ ચાપરડા ના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવેલ હતું
આ સમયે હિરણ રિસોર્ટ ના ભાગીદાર પત્રકાર એવા જયેશભાઈ દવે,ગોવિંદભાઈ વડાલીયા,પરેશભાઈ કથીરિયા વગેરે દ્વારા જણાવેલ કે અમારો રિસોર્ટ કે ધેધુર જંગલ ની વચ્ચોવચ આવેલ હોવાથી મહાદેવના મંદિર નિર્માણ થી પર્યટકોમાં ધર્મભાવ થકી વાતાવરણ ધાર્મિકમય બનશે ત્યારે હીરણ નદીનાં પવિત્ર નીર થી જ્યારે મહાદેવનો અભિષેક કરવો એ પણ એક લાવો બની રહેશે
આ શુભ કાર્યમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહેલ જેમાં પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ, પૂજ્ય શ્રી જેન્તીરામ બાપા ધુંનડા, યોગાચાર્ય સાધનાનંદજી, રતીદાદા મહેતા ગાયત્રી વિદ્યા પીઠ ચલાલા, હરિ ઓમ આશ્રમના જોષી બાપા, કથાકાર ગિરધરભાઈ જોષી વગેરે સંતો મહંતો ઉપરાંત વિનુભાઈ જોષી પત્રકાર સહિતના ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા

IMG-20240531-WA0037.jpg