Gujarat

જલંધર ગીર ગામે 60 લાખના ખર્ચે નિર્માણ થનાર રાજગોર બ્રહ્મ જ્ઞાતિની વાડીનું પુ.મુક્તાનંદ બાપુ સહિતના સંતોના હસ્તે ભૂમિ પુજન

જલંધર ગીર ગામે 60 લાખના ખર્ચે નિર્માણ થનાર રાજગોર બ્રહ્મ
જ્ઞાતિની વાડીનું પુ.મુક્તાનંદ બાપુ સહિતના સંતોના હસ્તે ભૂમિ પુજન
કાર્યક્રમમાં દાતાઓએ ૩૦ લાખથી વધુનુ દાન આપ્યું, સાધુ સંતો અને એસપી હર્ષદ મહેતાનું પ્રેરક ઉદ્બોધન
માળીયાહાટીના તાલુકાના જલંધર ગીર ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા ત્રિવિધ સમારોહ અખિલ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ મુક્તાનંદ બાપુના પ્રમુખ સ્થાને યોજાયો હતો જેમાં ૬૦ લાખના ખર્ચે નિર્માણ થનાર વાડીનું પૂજ્ય મુક્તાનંદ બાપુ તેમજ ધુનડા સત પુરણદાસ આશ્રમના સંસ્થાપક પુ.જેન્તીરામ બાપા,ચલાળા થી રતીદાદા મહેતા, મેંદરડા ખાખી મઢી મહંત સુખરામદાસ બાપુ, હરિ ઓમ વૃદ્ધાશ્રમ જેતપુરના પૂ. કાળુબાપા જોષી સહિતનાઓ ની ઉપસ્થિતિમાં વાડીનું ભૂમિ પૂજન કરવામાં આવેલ હતું અને પંચકુડી યજ્ઞમાં બીડું પણ આ સંતો દ્વારા હોમ્યું હતું
આ કાર્યક્રમમાં જુનાગઢના એસપી હર્ષદ મહેતા, માજી ધારાસભ્ય ભીખાભાઈ જોષી, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ બંકીમભાઈ મહેતા, પત્રકાર જયેશભાઈ દવે, વિનુભાઈ જોશી, સી.વી.જોષી, પૂર્વ પ્રમુખ ભીખુભાઈ જોષી, સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
પુ.મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે આ પ્રસંગે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કારણ સમાજલક્ષી સુવિધા આકાર લઈ રહી છે જેને આ સુંદર વિચાર આવ્યો સમજની વાડી બનાવવાનો જેને પણ હું વધાવું છું, આ વાડી તૈયાર થયા બાદ સમાજના વિકાસનું કેન્દ્ર બને તેવા પ્રયત્નો કરવા સૌને શીખ આપી હતી અને ગામની સંગઠન શક્તિ બિરદાવી હતી. બાપુએ કહયુ ટીટોડી પોતાના ઈંડા સાગર પાસેથી પાછા લેવા સાગર બુરવા સૌની મદદ માંગે છે અને તેના ઈંડા પરત લે છે તે વાત સમજાવી સંગઠનથી સારા પરિણામો લાવી શકાય તેમ જણાવેલ
પુ. જેન્તીરામ બાપાએ જણાવ્યું હતું કે સંગઠિત સમાજ સાથે મળી ઘણા વિકાસ કામો કરી શકે જલંધર ગીરમાં આ સમાજની વાડી સમાજને ખૂબ ઉપયોગી થશે સૌ હળી મળી સમાજની ઉન્નતી માટે સમાજનું ઋણ ચૂકવવા હંમેશા તૈયાર રહો તેવી શુભેચ્છા આપી હતી અને સમાજમાં સંગઠિત થવાથી શું ફાયદો થાય તેના દ્રષ્ટાંતો પણ આપેલ હતા
આ ઉપરાંત ચલાલા ગાયત્રી શક્તિપીઠ ના પુ. રતિદાદા મહેતા તેમજ જેતપુર હરિઓમ વૃદ્ધાશ્રમ ના સંચાલક કાળુબાપા જોષી એ પણ પોતાના વક્તવ્ય માં સમાજને સંગઠિત થઈ સમાજના કામો કરવા હાકલ કરી હતી
જુનાગઢ પોલીસ વડા એસપી હર્ષદ મહેતા એ લોકો ને જણાવ્યું હતુ કે આજના યુવા વર્ગને નશા અને વ્યસનથી દૂર રહેવા અપીલ કરેલ અને જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયામાં ફાયદા અને ગેરફાયદા રહેલા છે ત્યારે હકારાત્મક દિશામાં ફાયદા લેવા અને વાલીઓએ પોતાના સંતાનો દિવસ દરમિયાન શું કરે છે તેની કાળજી લેવી અને યુવા ધન નશીલા પદાર્થોના સેવન તરફ ન વળે તે માટે ક્યાંક ને ક્યાંક મા-બાપની પણ જીમેદ્દાર છે આજે નશા સિવાય પણ સારા પરિવારમાંથી ઉમરલાયક દીકરીઓ કે જેને મા બાપ પે અઢાર વર્ષ સુધી લાડ પ્યાર થી ઉછેરી હોય તે ટૂંકા ગાળામાં કોઈ અન્ય સમાજના યુવાનોના સંપર્કમાં આવી કોઈપણ જાતનો વિચાર કર્યા વગર તેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે આ દીકરીને પોતાની માતાને બટકું રોટલો ગળા હેઠે નથી ઉતરતો હોય પોતાના બાપ કોઈને મોઢું દેખાડવા લાયક નથી રહેતા આવો વિચાર કર્યા વગર ભાગી જાય છે તો એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણા ઉછેર અને સંસ્કારમાં ખામી રહેલી ગણાય માટે દીકરીઓને પહેલાથી જ એવા સંસ્કાર આપો કે તેને બહારનું કોઈ વાતાવરણ અસર ન કરે અને દીકરાઓ શહેરમાંથી ગામડે આવે ત્યારે વાડીઓમાં નશાની પાર્ટીઓ ન કરે તેવા દૂષણોથી દૂર રહે અને જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ ઘણી સંસ્થા જાહેર કાર્યક્રમો યોજી આ નસીલા પદાર્થોથી દૂર રહે તે માટે તેઓને સમજાવવા માટે એક એક કલાક સુધી વક્તવ્ય આપ્યું છે બાળકોમાં સંસ્કારો દ્રઢ બનશે તો કોઈ ચલિત નહીં કરી શકે કોમ્યુનિકેશન અને જનરેશન વચ્ચે ગેપ બેલેન્સ જાળવવાનું છે સૌ સંગઠિત થઈ સમાજસેવા દ્વારા રાષ્ટ્રનું ઋણ ચૂકવવા કટિબદ્ધ રહો તેવી શીખ આપી હતી
આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ મહેતા, રજનીભાઈ ભરાડ તેમજ મનુભાઈ રવૈયા, અનિલભાઈ દવે, મણિશંકરભાઈ મહેતા, દિનેશભાઈ માઢક અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ જલંધર ગીરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન ગિરધરભાઈ જોષી એ કરે હતું
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા

IMG-20240531-WA0038.jpg