Gujarat

વિસાવદર કિસાનરાજ દૈનિકના (બ્યુરો ચીફ જુનાગઢ) વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશીનો જન્મદિવસ

કિસાનોના પ્રશ્નો તેમજ સમાજમાં લોકોની સમસ્યાઓ અને સરાહનીય બાબતો સમાચાર પત્રોના માધ્યમથી ઉજાગર કરવા સદા તત્પર

વિસાવદર કિસાનરાજ દૈનિકના (બ્યુરો ચીફ જુનાગઢ) વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશીનો જન્મદિવસ

(જન્મદિવસના સંભારણા માટે આજે ધારી- સરસિયા વચ્ચે આવેલ ખોખરા મહાદેવ પાસેના માનવ મંદિરના આશ્રિતો ૧૫ થી ૫૦ વર્ષની ઉંમરના ૯૦ જેટલા મનોદિવ્યાંગ (મંદ બુદ્ધિ) પ્રભુ પુષ્પોને મિસ્ટ ભોજન કરાવી રાજીપો વ્યક્ત કરેલ.)

વિસાવદરના જાહેર ફંકશનો કે ધાર્મિક પ્રસંગો યા રાષ્ટ્રીય તહેવારોમાં એન્કરિંગ તરીકેની ભૂમિકા અદા કરનાર, વિસાવદર માનવ સમિતિ સેવા દ્વારા રામાયણી કથાકાર તરીકે સન્માનિત થયેલ અને વિસાવદર ના પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયાના ખાસ સાથી મિત્ર એવા કિસાનરાજ ગાંધીનગર દૈનિક ન્યૂઝ પેપરના (બ્યુરો ચીફ જુનાગઢ ) સી.વી.જોશી એ આજે પોતાની લહેરી જિંદગીના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭ મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો.
આજના મંગલમય દિવસે ધારી – સરસીયા રોડ ઉપર આવેલ શિવધારા મહાદેવ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિરના મનો દિવ્યાંગ (મંદ બુદ્ધિ) એવા ૯૦ જેટલા ૧૫ થી ૫૦ વર્ષની ઉંમરના પ્રભુ પુષ્પોને સ્વરૂચી ભોજન જમાડયાનો લ્હાવો લીધેલ. આ પ્રભુ પુષ્પોના ચહેરા ઉપર મુસ્કાન, કભી ખુશી, કભી ગમ તેમજ શિસ્તનું પ્રમાણ પણ જોવા મળેલ. માનસિક સંતુલન ગુમાવનારા પ્રભુ પુષ્પોમાં પણ આપસ આપસમાં ક્યાંક ને ક્યાંક લાગણી અને ભાવવાહી દ્રશ્યો જોવા મળે છે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સંચાલક ભોલાભાઈ ગૌસ્વામી, સહ સંચાલક જયશ્રીબેન ગૌસ્વામી, રાજુભાઈ કોળી, સુરેશભાઈ કોળી, ચંદુભાઈ રાજપૂતનો સારો સહયોગ સાંપડેલ. આ સ્તુતત્ય કાર્યના સાચા પ્રેરણાદાયી, ડૉ.નરેન્દ્ર મહેતા, વિવાન મહેતા, રાજલ મહેતા, રંજનબેન જોશી હતા.
સી.વી.જોશીએ પત્રકારત્વ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. તમામ વર્ગના લોકોના પ્રશ્નોને વાચા આપી સંબંધિત વિભાગનો ઉલ્લેખ કરી, કિસાનરાજ ન્યુઝપેપર તથા અન્ય સમાચાર પત્રોના માધ્યમથી પ્રિય વાચક વર્ગ સુધી પહોંચાડેલ છે. ન્યુઝપેપર વાચક વર્ગ પ્રત્યુત્તરમાં સમાચાર અંગે હકારાત્મક વલણ સાથે રાજીપો અનુભવે છે.
સી. વી. જોશીના પત્રકારત્વ ક્ષેત્રે પ્રગતિના સાચા યશભાગી અને માર્ગદર્શક ગાંધીનગર કિસાનરાજ ન્યૂઝ પેપરના તંત્રીશ્રી ઇલેવાનભાઇ ઠાકર અને આ અખબારના સ્થાપક આદરણીય હસુભાઈ ઠાકર (હસુદાદા ઠાકર ) ને આભારી છે. અખબાર જગતમાં પથદર્શક રૂપે હસુદાદા ઠાકરના આશીર્વાદ સાથે છે. તેની ફળશ્રુતિ રૂપે કિસાનરાજ તંત્રીશ્રી ટિમ વર્ક સાથે અને કુનેહનીતિ અને કાર્યદક્ષતા સાથે કિસાનરાજ અખબારે ૧૭ વર્ષ પૂર્ણ કરી ૧૮ માં વર્ષમાં કામયાબી મેળવેલ છે. જેનો આજના માંગલિક દિવસે કિસાનરાજના પ્રેસ પ્રતિનિધિ સી.વી.જોશી રાજીપો અનુભવે છે.
આજના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્યશ્રી, પત્રકાર મિત્રો, રાજકીય મહાનુભવો, ફ્રેન્ડસ ગ્રુપ, વડિલો, પરિવારજનો તરફથી સી.વી.જોશીને પોઝિટિવ વિચારો સાથેની પ્રેરણાદાયી મેટર તૈયાર કરી અખબારોના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ઉજાગર કરવા બદલ અભિનંદન પાઠવે છે. સાથોસાથ મો.૯૪૨૬૯૩૩૬૫૫ ઉપર સી.વી.જોશીને ચિર આયુષ્ય, તંદુરસ્ત જીવન, ચહેરા પર સદા મુસ્કાન સાથે જીવન વ્યતિત કરે તેવી શુભેચ્છાઓના વાદળા ધીમીધારે વરસી રહ્યા છે. એ બદલ સી.વી. જોશી દિવંગત પૂ.પિતાશ્રી વિરજીભાઈ દાદા તથા પૂ.માતુશ્રી શાંતાબા ના આશીર્વાદ લઇ તમામ સ્નેહીજનોનો ઋણ સ્વીકાર કરે છે. તેમ ડૉ.નરેન્દ્ર મહેતા (સરસીયા) તથા નિવૃત શિક્ષક જી.વી.જોશી (વિસાવદર) ની અખબાર યાદી જણાવે છે.

IMG-20240611-WA0029-2.jpg IMG-20240611-WA0030-1.jpg IMG-20240611-WA0028-0.jpg