Gujarat

બ્રિટનના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે આપી ચેતવણી, હજુ એક રોગચાળો આવવાનું નક્કી છે

હેં.. ?? શું..? ફરીવાર આવશે મહામારી?

બ્રિટનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે ચેતવણી આપી છે કે હજુ એક રોગચાળો આવવાનું નિશ્ચિત છે અને સરકારે અત્યારથી જ તેની તૈયારીઓ પર ધ્યાન આપવું જોઈએ. વેલેન્સે બ્રિટનની આગામી સંસદીય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું કે જે પણ આગામી સરકાર આવે એને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનાં ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

વેલેન્સે વધુમાં કહ્યું હતું કે, જો આપણે કોઈપણ મહામારીની અગાઉથી ઓળખ કરી શકીએ છીએ તો પછી રસી કે પછી તેની સારવાર દ્વારા તેને આગળ વધતાં અટકાવી શકાય છે. જેને કારણે કોરોના મહામારી વખતે લાદવામાં આવેલા સખત પ્રતિબંધોને ટાળી શકાય છે. આ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે આ સુધારાઓ શક્ય હોવા છતાં, તેમને હજુ પણ નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય સંકલનની જરૂર પડશે.

વેલેન્સનું કહેવયનું એમ થાય છે કે ૨૦૨૩માં જી૭ એ ૨૦૨૧માં ઉઠાવેલા તમામ મુદ્દાઓને ભૂલી જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આપણે જાણીએ છીએ કે આપણી પાસે સૈન્ય હોવું જોઈએ, કારણ કે આ વર્ષે યુદ્ધ થવાનું છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એક રાષ્ટ્ર તરીકે આપણને જેની જરૂર છે તે એક મહત્વપૂર્ણ ભાગ છે. તૈયારી પણ તે જ સંદર્ભમાં જોવી જોઈએ જ્યારે રોગચાળાના કોઈ સંકેતો ન હોય ત્યારે તેને સરળ વસ્તુ તરીકે લઈને બેસી ન રહેવું જોઈએ.