છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાએ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું,કે છોટાઉદેપુર તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો બાહુલ્ય તાલુકો હોય જેમાં કેટલાક લોકો અભણ હોય જેઓ ધંધારોજગાર માટે જિલ્લાની બહાર જતાં હોય છે. અને અજ્ઞાનતાના અભાવે આધાર કાર્ડમાં નામમાં સુધારા વઘારા, મોબાઈલ નંબર અપડેટ, તથા નવિન આધાર કાર્ડ કઢાવવા માટે કામગીરી કરાયેલ નથી. જેઓ હાલ આધાર કાર્ડના કામ માટે જન સેવા કેન્દ્રમાં છોટાઉદેપુર ખાતે મોટી સંખ્યામાં લોકો આવે છે.
પરંતુ આ કેન્દ્રમાં આધારકાર્ડ માટે એકજ કીટ હોવાથી ગામડામાંથી આવતા લોકોની ખૂબ લાંબી લાઈનો લાગે છે. જેથી કરીને કીટમાં વધારો કરી આપવામાં આવે અને કાઉન્ટર વધારી આપવામાં આવે તો આ લોકોને પડતી મુશ્કેલી માંથી રાહત મળી શકે એમ છે. એમ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાન ભાઈ રાઠવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર