Gujarat

ગુજરાતાના અલગ-અલગ જીલ્લાઓમા BSNL ટેલીફોન એક્સચેન્જ ની સરકારી ઓફીસોમા ઘરફોડ ચોરી કરતી અને ચોરીના ગુન્હામા સંડોવાયેલ ગેંગના પાંચ સભ્યોને BSNL ટેલીફોન એક્સચેન્જની સર્કીટ તથા ઇલેક્ટ્રીક કાર્ડ સહીત કુલકિ.રૂ.૧૧,૫૯,૬૯૫/- ના મુદામાલ સાથે પકડી કમાંડ કટ્રોલ મદદ થી અમરેલી જીલ્લા ના ૦૩ તથા અન્ય જીલ્લા ના ચોરીઓના ભેદ ઉકેલતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

ગુજરાતાના અલગ-અલગ જીલ્લાઓમા BSNL ટેલીફોન એક્સચેન્જ ની સરકારી ઓફીસોમા ઘરફોડ ચોરી કરતી અને ચોરીના ગુન્હામા સંડોવાયેલ ગેંગના પાંચ સભ્યોને BSNL ટેલીફોન એક્સચેન્જની સર્કીટ તથા ઇલેક્ટ્રીક કાર્ડ સહીત કુલકિ.રૂ.૧૧,૫૯,૬૯૫/- ના મુદામાલ સાથે પકડી કમાંડ કટ્રોલ મદદ થી અમરેલી જીલ્લા ના ૦૩ તથા અન્ય જીલ્લા ના ચોરીઓના ભેદ ઉકેલતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત સંબધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાવરકુંડલા વિભાગ નાઓએ મિલ્કત સબંધી ગુન્હા ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
રાજુલા ટાઉનમા આવેલ BSNL ટેલીફોન એક્સચેન્જ તા.૦૬/૦૩/૨૦૨૫ ના રોજ અજાણ્યા ઇસમો રાત્રીના એકસ્ચેન્જમા પ્રવેશ કરી અને એક્સચેન્જ ની સર્કીટ તથા BTS કાર્ડ તથા કોપર વાયર ની ચોરીનો બનાવ બનેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા નાઓએ સદરહુ અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગેન્હાને ડીટેકટ કરવા સુચના આપેલ હોય
જે અન્વયે રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમ્ન સોર્સ આધારે તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ અમરેલ તથા ત્રીનેત્રમ ગાંધીનગર ની મદદ સદરહુ ગુન્હામા સંડોવાયેલ ત્રણ આરોપીને પકડી પાડેલ તેમજ અન્ય ત્રણ ઇસમોને પણ પકડી પાડેલ અને છ ઇસમોની સઘન પુછપરછ કરતા ત્રણ ઇસમોએ રાજુલા તથા બઢડા ખાતે તથા અન્ય ત્રણ ઇસમો એ ચલાલા ખાતે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ અને અન્ય જીલ્લાઓમા પણ ચોરી કરેલાનુ કબુલાત કરેલ અને પકડાયેલ ઇસમો પાસેથી ચોરીમા ઉપયોગમા લીધેલ વાહન તથા ચોરી કરેલ મુદામાલમા અલગ અલગ સર્કીટો તથા BTS કાર્ડ અને કોપર કેબલ સહીતનો કુલ કિ.રૂ.૧૧,૫૯,૬૯૫/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ

*પકડાયેલ આરોપીની વિગત*

(૧) અર્જુનભાઇ રૂપેશભાઇ પરમાર ઉ.વ.૨૪ ઘંઘો મજુરી રહે. જામનગર, ગોરઘનપર, નાઘેડી પાસે તા.જી. જામનગર
(૨) મેહુલ ઉર્ફ ઘુસો મુકેશભાઇ ચુડાસમા ઉ.વ.૧૯ ઘંઘો મજુરી રહે. ડીગ્જામ સર્કલ, ખેતીવાડી ફાટક પાસે તા.જી.જામનગર
(૩) ભરત ઉર્ફ પોંચુ રાજેન્દ્રભાઇ મકવાણા ઉ.વ.૧૯ ઘંઘો મજુરી રહે.હાપા રેલ્વે સ્ટેશન પાસે તા.જી.જામનગર
(૪) પંકેશભાઇ ઉર્ફ પંકજ મુકેશભાઇ ચુડાસમા ઉ.વ.૨૨ ઘંઘો મજુરી રહે.જામનગર, પાણા ફાડ ઉઘોગનગર તા.જી.જામનગર
(૫) મુકેશભાઇ કાળાભાઇ રાઠોડ ઉ.વ.૨૨ ઘંઘો.મજુરી રહે.જામનગર, પાણા ખાણ શેરી નં.૩ ઉઘોગનગર તા.જી.જામનગર
(૬) કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કીશોર

*કબ્જે કરેલ મુદામાલની વિગત*

BSNL ટેલીફોન એક્સચેન્જ ની અલગ અલગ સર્કીટો તથા BTS કાર્ડ તથા અલગ અલગ ટેલીફોન એક્સચેન્જ ના સધનોના મળી કુલ રૂ.૪,૯૭,૬૯૬ /- તથા એન્ડ્રોઇડ ફોન -૦૧ કી.રૂ.૧૨,૦૦૦/- તથા મહીન્દ્રા કંપનીની XUV ૫૦૦ જેના રજી.નં. GJ-36-F-7001 જેની કી.રૂ.૬,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૧,૫૯,૬૯૫/- નો મુદામાલ

*આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ*.
(૧) ઉપરોકત તમામ આરોપીઓ એક બીજા સાથે મળી અને મોબાઇલમા ગુગલ મેપ્સમા BSNL ટેલીફોન એક્સચેન્જ ની ઓફીસો સર્ચ કરી અને રાત્રીના BSNL ટેલીફોન એક્સચેન્જ ટાર્ગેટ બનાવી અને BSNL ટેલીફોન એક્સચેન્જ પ્રવેશ કરી અને અલગ અલગ મોઘી સર્કીટો અને બેટરી તથા ટાવરમા ઉપયોગ થતા સાધનો તથા કોપર વાયરો તથા અલગ અલગ સાધનો ફક્ત BSNL ટેલીફોન એક્સચેન્જ માથી ચોરી કરતા

*પકડાયેલ આરોપીએ ગુન્હાઓની આપેલ કબુલાત ની વિગત*

(૧) રાજુલા પો.સ્ટે ના રાજુલા શહેરમા આવેલ BSNL ટેલીફોન એક્સચેન્જ ની ઓફીસમા તા.૦૬/૦૩/૨૦૨૫ ના રાત્રીના ઘુસી અને આરોપી અર્જુનભાઇ રૂપેશભાઇ પરમાર તથા મેહુલ ઉર્ફ ઘુસો મુકેશભાઇ ચુડાસમા તથા ભરત ઉર્ફ પોંચુ રાજેન્દ્રભાઇ મકવાણા એમ ત્રણેય એ મળી અને ફોર વ્હીલ ગાડીમા આવી BSNL ટેલીફોન એક્સચેન્જ માથી અલગ અલગ સર્કીટ તથા સર્કીટના કાર્ડ તથા કોપર વાયર ની ચોરી કરેલ હોય જે અંગે રાજુલા પો.સ્ટે એ પાર્ટ નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૧૨૩/૨૦૨૫ B.N.S. કલમ ૩૩૧(૪), ૩૦૫(૫), ૫૪ મુજબ ગુન્હો રજી થયેલ છે

(૨) સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે આવેલ BSNL ટેલીફોન એક્સચેન્જ ની ઓફીસમા તા.૦૬/૦૩/૨૦૨૫ ના રાત્રીના ઘુસી અને આરોપી અર્જુનભાઇ રૂપેશભાઇ પરમાર તથા મેહુલ ઉર્ફ ઘુસો મુકેશભાઇ ચુડાસમા તથા ભરત ઉર્ફ પોંચુ રાજેન્દ્રભાઇ મકવાણા એમ ત્રણેય એ મળી અને ફોર વ્હીલ ગાડીમા આવી BSNL ટેલીફોન એક્સચેન્જ માથી અલગ અલગ સર્કીટ તથા સર્કીટના કાર્ડ તથા કોપર વાયર ની ચોરી કરેલ હોય જે અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ નં.૧૧૧૯૩૦૫૩૨૫૦૦૯૫/૨૦૨૫ B.N.S. કલમ ૩૩૧(૪), ૩૦૫(૫), મુજબ ગુન્હો રજી થયેલ છે

(૩) ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ BSNL ટેલીફોન એક્સચેન્જ ની ઓફીસમા તા.૨૮/૦૨/૨૦૨૫ ના રાત્રીના ઘુસી અને આરોપી પંકેશભાઇ ઉર્ફ પંકજ મુકેશભાઇ ચુડાસમા તથા મુકેશભાઇ કાળાભાઇ રાઠોડ તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કીશોર ત્રણેય એ મળી અને ફોર વ્હીલ ગાડીમા આવી BSNL ટેલીફોન એક્સચેન્જ માથી અલગ અલગ સર્કીટ તથા સર્કીટના કાર્ડ તથા કોપર વાયર ની ચોરી કરેલ હોય જે અંગે ચલાલા પો.સ્ટે એ પાર્ટ નં.૧૧૧૯૩૦૧૩૨૫૦૦૩૩/૨૦૨૫ B.N.S. કલમ ૩૩૧(૪), ૩૦૫(૫) મુજબ ગુન્હો રજી થયેલ છે.

(૪) આજથી આશરે પાચ માસ પહેલા મુન્દા જી.કચ્છ ખાતે આરોપી મેહુલ ઉર્ફ ઘુસો મુકેશભાઇ ચુડાસમા તથા ભરત ઉર્ફ પોંચુ રાજેન્દ્રભાઇ મકવાણા આ સિવાય અન્ય ત્રણ ઇસમો એ મળી અને મુન્દ્રાની BSNL ટેલીફોન એક્સચેન્જમા ચોરી કરેલ હોય અને જે અંગે મુદ્રા પો.સ્ટે એ પાર્ટ નં.૧૪૩૭/૨૦૨૪ B.N.S. કલમ ૩૩૧(૩), ૩૦૫(અ),૩૩૧(૪) મુજબ ગુન્હો રજી થયેલ છે અને જેમા ઉપરોકત બન્ને આરોપી અટક કરવાના બાકી છે

(૫) આજથી આશરે દોઢેક માસ પહેલા દ્વારકા જીલ્લા ના ઓખા ગામે આરોપી અર્જુનભાઇ રૂપેશભાઇ પરમાર તથા પંકેશભાઇ ઉર્ફ પંકજ મુકેશભાઇ ચુડાસમા તથા મુકેશભાઇ કાળાભાઇ રાઠોડ એમ ત્રણે મળી ઓખા BSNL ટેલીફોન એક્સચેન્જ માથી અલગ અલગ સર્કીટ તથા કોપર વાયર તથા સર્કીટ કાર્ડ ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે

(૬) આજથી આશરે એકાદ માસ પહેલા દ્વારકા જીલ્લા ના ભાટીયા ગામે આરોપી અર્જુનભાઇ રૂપેશભાઇ પરમાર તથા પંકેશભાઇ ઉર્ફ પંકજ મુકેશભાઇ ચુડાસમા તથા મુકેશભાઇ કાળાભાઇ રાઠોડ એમ ત્રણે મળી ભાડીયા BSNL ટેલીફોન એક્સચેન્જ માથી અલગ અલગ સર્કીટ તથા કોપર વાયર તથા સર્કીટ કાર્ડ વિગેર ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે

(૭) આજથી આશરે દોઢેક માસ પહેલા દ્વારકા જીલ્લા ના મીઠાપુર ગામે આરોપી અર્જુનભાઇ રૂપેશભાઇ પરમાર તથા પંકેશભાઇ ઉર્ફ પંકજ મુકેશભાઇ ચુડાસમા તથા મુકેશભાઇ કાળાભાઇ રાઠોડ એમ ત્રણે મળી મીઠાપુર BSNL ટેલીફોન એક્સચેન્જ માથી અલગ અલગ સર્કીટ તથા કોપર વાયર તથા સર્કીટ કાર્ડ વિગેર ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે

*પકડાયેલ આરોપીઓના ગુન્હાઇત ઇતીહાસ*

*પકડાયેલ ઇસમો પૈકી આરોપી અર્જુનભાઇ રૂપેશભાઇ પરમાર રહે. જામનગર વાળો નીચે મુજબના ગુન્હાઓમા પકડાયેલ છે*

(૧) કાલાવાડ પો.સ્ટે. (જામનગર) પાર્ટ એ.ગુ.ર.ન.૦૪૦૧/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦ મુજબ
(૨) પંચ-બી ડીવી. પો.સ્ટે (જામનગર) પાર્ટ ફ.ગુ.ર.ન.૦૧૨૧/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ
(૩) ભાડલા પો.સ્ટે. (રાજકોટ રૂરલ) પાર્ટ એ ગુ.ર.નં.૦૦૦૫/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૪૫૭,૪૧૧,૩૮૦,૧૧૪ મુજબ
(૪) બાબરા પો.સ્ટે. (અમરેલી) પાર્ટ એ ગુ.ર.નં.૦૪૨૮/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૫૭,૪૨૭,૩૮૦,૫૧૧ મુજબ

*કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી*

*રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.આસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હે.કોન્સ.હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હે.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા એ.એસ.આઇ હરેશભાઇ દુલાભાઇ કવાડ તથા પો.કોન્સ ચંદ્રેશભાઇ મનુભાઇ કવાડ તથા પો.કોન્સ પ્રૂથ્વિરાજસિંહ અશ્વીનભાઇ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20250313-WA0028.jpg