Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશનના વચલીભીત ગામના બસ સ્ટેશન પાસે હાઇવે પરથી કિ.રૂ.૨૯,૩૭૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

 આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વચલીભીત ગામના બસ સ્ટેશન પાસે હાઇવે પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨૯,૩૭૦/- નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મોટર સાઇકલ પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી ઝોઝ કે પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.