રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજે સોમવારથી તેની અસર વર્તાઈ રહી છે. ખેડા જિલ્લામાં ગાઢ ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત કાતિલ ઠંડીની અસર વર્તાતા ગરમ વસ્ત્રો પહેરીને બહાર આવવા જવાની ફરજ પડી છે.
બીજી તરફ આજે ખુલતો દિવસ હોવાથી નોકરીયાત અને વિદ્યાર્થી વર્ગ સવારે કાતિલ ઠંડીનો સામનો કરી ફરજ પર પહોંચવું પડ્યું છે. બીજુ બાજુ માવઠાંની આગાહીને લઈને ખેડા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
બીજી તરફ આવું વાતાવરણ છવાતા ભેજનુ પ્રમાણ વધ્યું છે. આજે વહેલી સવારથીજ ઘાઢ ધુમ્મસ છવાતા નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઇવે પર વિઝબીલીટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને ધીમી સ્પેડે અથવા તો ક્યાંક થોભવું પડ્યુ હતુ. આગામી 5 દિવસ આ રીતે વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.