આજે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કેવડી રાઉન્ડનાં સેન્સટિવ વિસ્તારમાં કોબિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. વન વિભાગ ની ટીમ દ્વારા નાયબ વન સંરક્ષક વી.એમ.દેસાઇની ઉપસ્થિતિમાં કેવડી રાઉન્ડનાં સેન્સટિવ વિસ્તારમાં કોબિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.જેમાં નાયબ વન સંરક્ષક વી.એમ.દેસાઇ,મદદનીશ વન સંરક્ષક કે.એમ બારિયા, આરએફઓ રંગપુર, ડોલરિયા મોબાઇલ સ્કોડ બોડેલી, ફોરેસ્ટર અને બિટગાર્ડ સહિત જ્યાં વન્ય પ્રાણીઓની અવર જવરનાં વિસ્તારમાં સરંક્ષણ અને દવ બાબતે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ડોબાચાપરા,કેવડી, ગુંદિયા મહુડા, ધોલિસામલ અને લીંબાણીનાં જંગલ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા અને દવની ચકાસણી માટે ચેકીગ હાથ ધરવામાં આવ્યુ હતું. નાયબ વન સંરક્ષક છોટાઉદેપુરનાં જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં દવ નાં બનાવ નાં બને અને રેત ખનન જેવી ગેર કાયદેસર પ્રવુતિનાં થાય તે માટે કોબીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

