Gujarat

જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહનો પ્રારંભ, મોઢવાડા અને બગવદર આયુષમાન આરોગ્ય મંદિરને સર્ટીફીકેટ એનાયત

પોરબંદર જિલ્લામાં તા. 1 ઓગસ્ટ થી નારી વંદન ઉત્સવનો શુભારંભ કરાયો હતો. મહિલાઓના અધિકાર, મહિલાઓ પગભર બને અને જાગૃતિ આવે તેવા હેતુથી પોરબંદર જિલ્લામાં એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. શહેરમાં આવેલ બાલુબા હાઇસ્કુલ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત આજે રેલી યોજાઇ હતી. નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન મુજબ નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લા કક્ષાએ સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં તા.1 ઓગસ્ટના મહિલા સુરક્ષા દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં આવેલ બાલુબા હાઇસ્કુલ ખાતે મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.