Gujarat

કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ સામે કરેલ ટીપ્પણી મુદ્દે વિવાદ

કોંગ્રેસના આગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરી

તેજાબી ભાષણ કરવામાં પ્રખ્યાત કાજલ હિન્દુસ્તાની સામે હવે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિશે ફરિયાદ દાખલ કરાઈ છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણીએ કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધાયો છે.

પાટીદાર સમાજના યુવા આગેવાન અને કોંગ્રેસના આગ્રણી મનોજભાઈ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ દાખલ કરી છે. તેમણે કહ્યું કે, જાહેરમાં કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી નહી માંગે તો હાઇકોર્ટમાં જઈશું. કાજલ હિંદુસ્થાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે ગુજરાતભરનો પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાનો મેદાને આવ્યા છે. કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારાએ કાજલ સામે ફરિયાદ દાખલ કરી છે. આ વાયરલ વીડિયો ૮ જૂન ૨૦૨૩નો છે.

શ્રી ગાધકડા મિત્ર મંડળ સુરતે આયોજિત ૩૯માં સ્નેહમિલન સમારોહનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. કાજલ હિન્દુસ્તાનીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાયો છે. કાજલ હિન્દુસ્તાની કહે છે કે, ‘પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજાેરીમાંથી ૨-૫ લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર ૧૬-૧૭ વર્ષની છે.

હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.’ કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં કરેલ પાટીદાર સમાજની દીકરી સામે કરેલ આક્ષેપ મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની પ્રતિક્રીયા આવી છે. તેમણે કહ્યું કે, પાટીદાર આગેવાન મનોજ પનારા ફરિયાદ નોંધવાનાર છે. તેને અમે સપોર્ટ કરીશું. પાટીદાર સમાજ વતી આ વાત અમે વખોડિયે છીએ. કાજલ હિન્દુસ્તાની એ પાટીદાર દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી છે જે યોગ્ય નથી. કાજલ હિન્દુસ્તાનીનો જે જગ્યા કાર્યક્રમ હશે તે જગ્યા પર અમે વિરોધ કરીશું.