Gujarat

વડોદરા પોલિટેકનીક કોલેજમાં 98 ટેબલો ઉપર 19 રાઉન્ડમાં થશે મતગણતરી

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ આજે ગુરુવારે સવારે અહીંની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. આગામી તા. 4 જૂનના રોજ મત ગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી હતી.

 

ચૂંટણી અધિકારી પી. ભારતી સીધા પોલીટેનિક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મત ગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે તૈયાર કરવામાં ખંડોની મુલાકાત લીધી હતી. મત ગણતરી એજન્ટ, ગણતરીદારો, ઇવીએમના મૂવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી.