Gujarat

AI એક્સપ્રેસની દિલ્હી ફ્લાઇટ આજે પણ રદ, સતત બીજા દિવસે હાલાકી

એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત-દિલ્હીની ફ્લાઇટ સોમવારના કેન્સલ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આજે એટલે કે મંગળવારના રોજ પણ ફ્લાઈટ કેન્સલ રહેવાની હોવાની માહિતી મળી રહી છે.

આમ, આ ફ્લાઇટ સતત બીજા દિવસે કેન્સલ રહેતાં જ પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. આ મામલે એરપોર્ટ ઓથોરિટીનું કહેવું હતું કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સને એરક્રાફ્ટની શોર્ટેજ પડી રહી છે, જેના કારણે દિલ્હી-સુરત-દિલ્હીની ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડી હતી. આ સ્થિતિ વચ્ચે 350 ડોમેસ્ટિક પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો.

જોકે, એર ઇન્ડિયા એક્સપ્રેસે પેસેન્જરોને રિફંડ સાથે આગામી દિવસોની ફ્લાઇટનો બુકિંગનો તેમજ વાયા ફ્લાઇટથી સુરત પહોંચવાનો પણ ઓપ્શન આપ્યો હતો. આ ઉપરાંત મંગળવારના રોજ પણ એર ઇન્ડિયા એક્સપ્રેસને ફ્લાઇટની શોર્ટેજ રહેનારી છે, જેથી તે દિવસની પણ દિલ્હી-સુરત-દિલ્હી ફ્લાઇટ કેન્સલ કરવી પડી છે.

જો કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સે પેસેન્જરોને અગાઉથી જ મેસેજ અને મેલથી જાણ કરી દીધી હતી, જેમાં રિફંડ અને અગામી દિવસોમાં નવા બુકિંગ સહિતના ઓપ્શન આપ્યા હતા.