Gujarat

ઉનાના સામતેર ગામે એસબીઆઇ બ્રાન્ચનું એટીએમ 24 કલાક કાર્યરત કરવા ગ્રામજનો અને ગ્રામ પંચાયતની માંગ..

ઉનાના સામતેર ગામમાં એસબીઆઇ બ્રાંચનું એટીએમ આવેલું છે. આ એટીએમ હાલમાં 12 કલાક કાર્યરત હોય જેથી આ એટીએમ 24 કલાક કાર્યરત કરવામાં આવે તો લોકોને રાત્રિનાં સમયે જરૂરીયાત સમયસર પોતાના નાણાં મળી રહે તે માટે સામતેર ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંજયભાઈ ગોહિલે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી માગણી કરી હતી.
ઉના ભાવનગર રોડ પર આવેલ સામતેર ગામમાં એસબીઆઇ બેંકનું એટીએમ હાલમાં બાર કલાક એટલે કે દિવસ દરમ્યાન ખુલ્લું રાખવામા આવે છે બાદમા બંધ કરી દેવાતા હોવાના કારણે લોકોને રાત્રિનાં ભારે સમસ્યા ઊભી થતી હોય છે. આ એસબીઆઇ બેંકનું એટીએમ 24 કલાક કાર્યરત કરવામાં આવે તો આજુબાજુના અનેક ગામોને ફાયદો થાય તેમ છે. તેમજ પ્રવાસીઓ ફરવા માટે અહીંથી પસાર થતા હોય તેને પણ ફાયદો થશે આ એટીએમ ભાવનગર હાઈવે પર હોય તેથી સામતેર ગામનો આ એટીએમ બરોબર સેન્ટરમાં આવેલું છે. તેથી રાત્રિના સમયે કોઈ પણ આ ગ્રામજનો કે અન્ય લોકોને જરૂરિયાત ઊભી થાય ત્યારે આઈટીએમ આશીર્વાદ તે માટે રાત્રી સમયે આ એટીએમ ચાલુ રાખવામાં આવે તેવી સામતેર ગ્રામપંચાયત, ગ્રામજનો માંથી માંગ ઉઠવા પામેલ છે.

IMG-20240220-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *