Gujarat

જલારામ બાપાની 225મી જયંતી નિમિત્તે રઘુવંશી સમાજ દ્વારા મહાઆરતી સાથે જમણવારનું આયોજન કરાયું

જામનગર શહેરના હાપા આવેલ જલારામ મંદિરમાં પુજય જલારામ બાપાની 225 મી જન્મજયંતી નિમિત્તે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે પ્રસાદમાં વિશ્વનો સૌથી મોટો રોટલો બનાવીને તેનો પ્રસાદ ભકતોને પીરસવામાં આવે છે.

તેમજ રઘુવંશી સમાજના સમૂહ ભોજનના આયોજન બાદ સાંજે સૌ ભકતો પુરી આસ્થાથી શ્રધ્ધાથી હાપા મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદમાં જોડાય છે.

ત્યારે હાપા ખાતે સૌથી મોટા રોટલા બનાવીને તેનો પ્રસાદ વહેંચવામાં આવે છે અને જય જલારામના નાદ સાથે સૌ પ્રસાદ ગ્રહણ કરીને જલારામ બાપાની જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરે છે.

આ ઉપરાંત જલારામ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા આ 225 મી જન્મજયંતી પર સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

સતત 25 વર્ષ સુધી જ્ઞાતિ ભોજન બાદ 26 માં વર્ષે નવી કમિટીની રચના કરીને આ વર્ષે પણ સમૂહ ભોજનનું આયોજન કરેલું છે.

જેમાં આજે સવારે ગૌશાળામાં ઘાસ વિતરણથી કાર્યક્રમોની શરૂઆત થઈ ગઇ છે. ત્યારબાદ બ્રહ્મ ભોજન અને થેલેસેમિયા કેમ્પ સહિતના આયોજન કરવામાં આવ્યા છે. તેમજ જલારામ બાપ્પાની સમૂહ મહા આરતી કરવામાં આવશે.

આ સમૂહ ભોજનમાં આશરે 28 થી 30 હજાર રઘુવંશીઓ પ્રસાદ ગ્રહણ કરશે. આ સમૂહ આરતીમાં અખિલ ગુજરાત લોહાણા પરિદષના પ્રમુખ એવા જીતુભાઈ લાલ તેમજ રઘુવંશી અગ્રણીઓ મહાઆરતીનો લાભ લીધો હતો.

જયારે દ્વારકા દેવસ્થાન સમિતિના વાઈસ ચેરમેન તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણી પણ જલારામ તાપી નગરમાં આયોજીત બ્રહ્મભોજન તથા લોહાણા સમાજના નાત જમણનાકાર્યક્રમની મુલાકાત લેવામાં આવી હતી.

આ તકે આયોજકો પૈકીના જીતુભાઈ લાલ સહિતના અગ્રણીઓ દ્વારા ધનરાજભાઈનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ધનરાજભાઈ દ્વારા સમગ્ર આયોજનની પ્રશંસા કરી કરી શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.