આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને સૌથી વધુ પ્રચલિત ગેમ એટલે ફૂટબોલ…ત્યારે શાળાના બાળકોમાં ફૂટબોલની રમત ને મોટાપાયે પ્રોત્સાહન આપવા માટે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ,ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફટબોલ એસોસિએશન એટલેકે FIFA એ સમગ્ર ભારત માં શાળાના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ ફૂટબોલ ફોર સ્કૂલનો પ્રારંભ કર્યો છે ,અને આ કાર્યક્રમ માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ચાલતી જવાહર નવોદય વિદ્યાલયને નોડલ સંસ્થા બનાવવામાં આવી છે,ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત 11000 ફૂટબોલ વિતરણ કરવાના લક્ષ સાથે 31 જાન્યુઆરીના રોજ રાજ્યની તમામ જવાહર નવોદય વિદ્યાલયોમાં F4S અંતર્ગત કરાયેલ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની કડીપાની સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લાની વિવિધ 24 શાળાઓને શાળાદીઠ 4 -4 ફૂટબોલનું વિતરણ કરાયું હતું,આ વિતરણ કાર્યકામમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ક્રિષ્નાબેન પાંચાની,જિલ્લાના ફૂટબોલના નેશનલ કક્ષાએ નામના મેળવેલ ખેલાડી એવા હાલ પોલીસમાં ફરજ બજાવવાની સાથે ફૂટબોલના કોચ એવા હિતેશ રાઠવા અને વિનોદ રાઠવા અને ગમજી રાઠવા તેમજ તમામ 24 શાળાઓના પ્રતિનિધિ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, 14 નેશનલ માં ભાગ લઈ ચૂકેલા એવા હિતેશ રાઠવા ,શાળાના આચાર્ય શેફાલી સિંગ સહિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમત અને તેનું જીવનમાં મહત્વ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી પ્રોત્સાહિત કરાયા હતા,તો મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તો મહાનુભાવોએ મેદાનમાં ફૂટબોલ ને કીક મારી ટોસ ઉછાળી ફ્રેન્ડલી મેચ નો શુભારંભ કરાવ્યો હતો.

