Gujarat

ડૉ. એસ જયશંકરે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દિનેશ ગુણવર્દને સાથે મુલાકાત કરી

ભારતના વિદેશમંત્રીશ્રી ડૉ. એસ જયશંકરે શ્રીલંકાના પ્રવાસ દરમ્યાન કોલંબો ખાતે રાષ્ટ્રપતિ ગૃહમાં રાનિલ વિક્રમસિંઘે મુલાકાત કરી હતી, આ મુલાકાતમાં રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે અને ભારતના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે સંયુક્ત રીતે કેન્ડી, નુવારા એલિયા અને માતલે જિલ્લામાં ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવેલા ૧૦૬ મકાનોના ઉદ્ઘાટનની યાદમાં ડિજિટલ તકતીનું અનાવરણ કર્યું હતું. તેઓએ કોલંબો અને ત્રિંકોમાલીના મોડલ ગામોના ૪૮ ઘરો પણ તેમના સંબંધિત લાભાર્થીઓને સોંપ્યા હતા.

ત્યાર બાદ ભારતના વિદેશમંત્રી એ શ્રીલંકાના વડાપ્રધાન દિનેશ ગુણવર્દને સાથે મુલાકાત કરી હતી અને તે બાદ વિદેશમંત્રી કહ્યું હતું કે,”વિકાસ અને કનેક્ટિવિટી પહેલ દ્વારા ભારતના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. વિશ્વાસ છે કે અમારી વિકાસ સહાય અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો શ્રીલંકાના લોકોની આકાંક્ષાઓ સુધી પહોંચાડવાનું ચાલુ રાખશે.”