Gujarat

તબિયત નાદુરસ્ત હોવાના કારણે તબીબે આરામ કરવાની સલાહ આપી

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાની તબિયત નાદુરસ્ત હોવાથી શુભેચ્છકોને રૂબરૂ કે ફોન પર જવાબ આપી શકશે નહીં. જામસાહેબે પોતાના શુભેચ્છકોને અપીલ કરતા કહ્યું છે કે, તેઓની તબિયત સારી થતા તેઓ ફરી મળતા રહેશે.

જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા પત્ર લખી શુભેચ્છકોને અપીલ કરવામાં આવી છે કે, હાલ તેઓની તબિયત નાદુરસ્ત હોય તબીબ દ્વારા તેઓને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જેથી તેઓ મુલાકાતીઓને મળી શકશે નહીં કે ફોનના જવાબ આપી શકશે નહીં. જામસાહેબે વધુમાં કહ્યું હતું કે, તેઓ પોતે સાજા થઈ ગયા બાદ ફરી શુભેચ્છકો સાથે મુલાકાત કરતા રહેશે.