ફરી એક વાર દ્વારકાના વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ૩૨ કિલો ૩૦ પેકેટ આશરે ૧૬ કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું છે. આમ બે મહિનાની અંદર આ બીજી વખત બિનવારસી ડ્રગ્સ આજ વરવાળા ગામેથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાદિર્ક પ્રજાપતિ દ્વારા આ બાબતે દરિયા કિનારા પર સઘન તપાસ વગેરે એજન્સી ને સાથે રાખી હાથ ધરવામાં આવી છે.
આમ દ્વારકા જિલ્લા એસઓજીને નશાનો ગેરકાયદેસર કૃત્ય અટકાવવામાં મોટી સફળતા મળી છે. આમ ગુજરાત જાણે ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન હબ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાતનો દરિયાકાંઠો, ગુજરાતનું રણ, ગુજરાતના મેટ્રો શહેરો, ગુજરાતના નાના શહેરો અને ગામોમાંથી પણ ડ્રગ્સ પકડાવવા માંડ્યુ છે. આ બતાવે છે કે દેશમાં ડ્રગ્સની ખપત કેટલી વધી રહી છે અને નશાખોરીનો વ્યાપ કેટલો વધ્યો છે, તેની સાથેજ પોલીસ વિભાગ પણ ફૂલ એક્શનમાં તેને ડામવા માટે કામ કરી રહ્યું છે.