Gujarat

લોકસભા ચૂંટણીમાં ડાંગ બેઠકમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું

ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલે આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યું છે. ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલે પક્ષના ખરાબ દેખાવની જવાબદારી સ્વીકારી છે અને રાજીનામુ આપ્યું છે. તેમણે રાજીનામુ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે.

આ બાબતે મુકેશ પટેલે જણાવ્યું હતું કે ડાંગમાં કોંગ્રેસ સારી કામગીરી બજાવી ન શકી તેની જવાબદારી મારી છું. હું કાર્યકરોને પ્રેરણા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યો અને પક્ષનો મુખ્ય સંદેશો સામાન્ય કાર્યકરોની મદદથી લોકો સુધી લઈ જવામાં નિષ્ફળતા મળી છે. તેના લીધે લોકોએ ભાજપને મત આપ્યો છે. આના લીધે કોંગ્રેસ ડાંગમાં સારો દેખાવ કરી શકી નથીઅને આ જવાબદારી અમારા શિરે છે.

જો કે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાં ૨૬માંથી એક બેઠકજ જીતી શકી હતી. આ બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા હતા. જયારે રેખાબેન ચૌધરીનો પરાજય થયો હતો. આમ લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરવાની કોંગ્રેસની આશા ફળીભૂત થઈ ન હતી. કોંગ્રેસે સરસાઈ થોડી વધારી છે પણ આ સરસાઈ પણ એટલી નથી કે તેના આધારે તે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ સારો દેખાવ કરી શકે તેમ હોય. ગુજરાતમાં કોંગ્રેસ દાયકા પછી માંડ એક જ બેઠક જીતી શકી છે. આ પહેલા છેક ૨૦૦૯માં ગુજરાતમાં કોંગ્રેસે ૧૧ લોકસભા બેઠક જીતી હતી, જે તેનો છેલ્લો શ્રેષ્ઠ દેખાવ છે.