Gujarat

તાપની પરવા કર્યા વિના પરિવાર પ્રત્યેની ફરજ પહેલાં

ઉનાળો ધીમે ધીમે પંજો પ્રસરાવે છે અને આકરો તાપ તેનો કહેર વરતાવવાનું ચૂકતો નથી ત્યારે જેઓ સાધન સંપન્ન છે તેમને તો ગરમી કે અકળામણ શું હોય તેની સમજ ભાગ્યે જ હોય તેવું બને પરંતુ આ રીતે પરિવારને લારીમાં બેસાડીને ગંતવ્ય સ્થાને જતા શ્રમિકને કદાચ ગરમી પરસેવે રેબઝેબ કરતી હોય તેના કરતાં પણ પરિવાર પ્રત્યે પોતાની ફરજ સારી રીતે નીભાવ્યાની ખુશી તેના ચહેરા પર પરસેવાના ટીપા સ્વરૂપે શોભતી હોય તેવું પણ બને.

આથી મોંઘી ગાડીમાં પસાર થતી વખતે આ રીતે જતા પરિવારને જલદીથી રસ્તો કરી આપવા સતત હોર્ન વગાડવાને બદલે જો આપણે માનવતા દાખવીએ અને તેને આરામથી પસાર થવા દઇએ તો આપણું માણસ હોવું લેખે લાગે. કેમકે કાર કે સ્કૂટરના ચાલકો કે મુસાફરો કરતાં ઘરે કે છાંયે પહોંચવાની ઉતાવળ તેને વધુ હોવાની!