સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા સાથે બેટ દ્વારકામાં પણ દિવાળી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા હતા. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે કાયદો-વ્યવસ્થાની જાળવણી કરાઇ હતી.
જેમાં બેટ દ્વારકા પોલીસ મથકના પીઆઇ કે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ દિવાળી પર્વને પગલે તમામ મહત્વના સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે સાથે દિવાળી પર્વને પગલે બહારથી આવતા યાત્રિકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
બેટ દ્વારકા વિસ્તારમાં ગત તા. 26થી તા. 6 સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા સ્થળેથી આવેલા યાત્રાળુ પરીાવરોથી વિખુટા પડેલા 7 બાળકો તેમજ પાંચ વયોવૃદ્ધ વડીલોને પોલીસે શોધી આપીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
જયારે સ્થાનિક પોલીસ ટીમ તથા સી ટીમ દ્વારા પણ જુદા જુદા યાત્રાળુઓના ગુમ 1 મોબાઈલ તેમજ 1 પર્સ શોધી જે તે મોબાઇલ-પર્સ મુળ માલિકને સુપરત કરવામાં આવ્યા હતા. ઉપરાંત દિવાળીની સવિશેષ યાત્રી ભીડને અનુલક્ષી દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન યાત્રાળુઓને પોલીસ સ્ટાફે પોતાના હાથે સાથે લઈ જઈને ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરાવ્યા હતા.