સેન્સેક્સ અને નિફ્ટીમાં જાેરદાર ઉછાળો જાેવા મળ્યો
છેલ્લા બે દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એક્ઝીટ પોલના કારણે જાેરદાર ઉછાળો જાેવા મળ્યો હતો. સવારે બજાર ખુલતાની સાથે જ નવી ઉંચાઈના સંકેત દેખાઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને મળી રહેલી જબરદસ્ત સફળતાની અસર છે.
જાે ૪ જૂને આવનારી લોકસભા ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલને અનુરૂપ હોય તો બજારમાં તેજી આવી શકે છે. આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ સીએલએસએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પીએસયુ શેરોમાં વધારો જૂન અથવા જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. કારણ કે આવી જ પેટર્ન છેલ્લી બે ચૂંટણીઓમાં જાેવા મળી હતી, સાથેજ એવું પણ મનાઈ રહ્યું છે કે ચાર જુને લોકસભા ચુંટણી પરિણામોના દિવસે શેર બજાર રેકોર્ડ અંકો સાથે બંધ થશે.