Gujarat

26 માર્ચ સુધી એકસ્ટ્રા બસો દોડાવાશે, 51 લોકો હોય તો ગ્રુપ બુકિંગ પણ કરાવી શકાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા તા. 17 થી 26 માર્ચે 2024 દરમિયાન દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકા આવવા જવા માટે જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા લોકોને વધારાની સુવિધાને ઘ્યાને લઈ જામનગર વિભાગ એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકા આવવા જવાનું ભાડું દ્વારકાથી જામનગર 190,દ્વારકાથી રાજકોટ 250, દ્વારકાથી પોરબંદર 160, દ્વારકાથી સોમનાથ 275 તથા દ્વારકાથી જુનાગઢ રૂ.240 રાખવામાં આવ્યા છે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા દ્વારકા ફૂલડોલ ઉત્સવને ઘ્યાને લઈ મુસાફરોને આવાગમન કરવામાં કોઈ સમસ્યા ન પડે તે ઘ્યાને લઇને એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું છે.

જેમાં તા.17 થી 26 માર્ચ 2024 સુધી જામનગર ડેપોથી બુકીંગ કરાવી શકાશે. તેમજ એક જ ગ્રુપનો 51 થી વધુ મુસાફરો ગ્રુપ બુકીંગ કરાવી શકાશે.

તેમજ જે તે નિયત વિસ્તારથી તેમના વતનના ગામ સુધી મુકવા જાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન મુસાફરોને કોઈ સમસ્યા ન પડે તો વધુને વધુ એસટી બસનો લાભ લેવા વિભાગીય નિયામક જાડેજા અને ડેપો મેનેજર વરમોરા દ્વારા અનુરોધ કરાયો છે !