જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે, ત્યારે મગફળી અને સોયાબીનની સારી આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાય છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા આવતા ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 6,000થી વધુ મગફળીની ગુણીની આવક નોંધાય છે, તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સોયાબીનની 10,000 ગુણીની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાય છે.
મગફળીનો ભાવ 900 રૂપિયાથી 1200 રૂપિયા સુધીનો ભાવ પ્રતિ મણના ભાવ નોંધવામાં આવ્યા છે. તો સોયાબીનનો 800 રૂપિયાથી 950 સુધીનો ભાવ પ્રતિ 20 કિલોના નોંધાયા છે. તો બીજી તરફ ખેડૂતો પાસેથી જણસીની ઉતરાઈ ન લેતા ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પહેલા ઘોડી કાંટો વાપરવામાં આવતો હતો. ત્યારે હાલના સમયમાં ખેડૂતોને જણસીનું પૂરું વજન સચોટ રીતે થઈ શકે તેના માટે ઈલેક્ટ્રિક કાંટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી કરી હાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પુરા વિશ્વાસ સાથે પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે.

માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં મગફળી અને સોયાબીનની આ સિઝનમાં ભરપૂર આવક નોંધાય છે. મગફળીની રોજની 5થી 6 હજાર ગુણીની આવક નોંધાય છે. જેનો ભાવ 900 રૂપિયાથી 1200 રૂપિયા સુધીનો ભાવ પ્રતિ મણના ભાવ નોંધવામાં આવ્યા છે.
જે મગફળીમાં બીટી 32,39 g20 ,22,37 અને 66 નંબરની મગફળીનો સમાવેશ થાય છે. 66 નંબરની મગફળીના અન્ય મગફળીની જાત કરતા ભાવ ઉંચા હોય છે. ત્યારે સોયાબીનની 10,000થી વધુ ગુણીની આવક નોંધાય છે. જેના 800 રૂપિયાથી 950 સુધીનો ભાવ પ્રતિ 20 કિલોના નોંધાયા છે.
જેમાં સીડ ક્વોલિટીના 900થી વધુ મળી રહ્યા છે. તેમજ અન્ય નબળી સોયાબીનની ગુણવત્તાના 800થી વધુ જોવા મળ્યા છે. ત્યારે માલની ક્વોલિટી પ્રમાણે ભાવમાં વધઘટ થાય છે, પરંતુ હાલના સમયે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.
જેને લઇ ખેડૂતો પોતાની જણસી જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અમરેલી, ગીર સોમનાથ તેમજ જૂનાગઢ સહિત પોરબંદરના ઘણા ખેડૂતો માલ વેચવા આવી રહ્યા છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સોયાબીનનું આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નોંધાય છે.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે, જેનું મુખ્ય કારણ એ છે અહીં આવતા ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારની કોઈ માલની ઉતરાઈ લેવામાં આવતી નથી. તેમજ મગફળી માટે જે ઘોડી કાંટો વાપરવામાં આવતો હતો તે બંધ કરી હાલના સમયમાં ઈલેક્ટ્રિક કાંટો શરૂ કરવામાં આવ્યો છે.
જેના કારણે ખેડૂતો પોતાની જણસીનો સાચો વજન કરી શકે છે અને પૂરતો ભાવ પણ મેળવી શકે છે. 300થી વધુ કારખાનેદારો જૂનાગઢની મગફળી પોતાના ઉપયોગ માટે લઈ જાય છે.









