ચોટીલાના દેવસર ગામે થી ગંજીપાના નો તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા (ચાર) ઈસમો ઝડપાયા.
તા.૨૯/૬/૨૦૨૪
ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવસર ગામે થી ગંજીપાનાનો તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ૦૪ (ચાર) શકુનીઓને રોકડા રૂ.૩૨,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ મળી કુલ મુદામાલ કિ.રૂ.૫૨,૩૦૦/- મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચોટીલા સર્વેલન્સ ટીમ.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.ગીરીશ પંડયા સાહેબ નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી તથા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ સ્ટાફના માણસો ચોટીલા પોસ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડકોન્સ ડી.જે.વાઘેલા તથા પો.કોન્સ મયુરભાઇ હીરાભાઈ શીયાળીયા નાઓને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે દેવસર ગામના મનસુખભાઇ મગનભાઇ ના મકાનની બાજુમાં આવેલ ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગંજીપાના ના પાના વડે તીનપતીનો પૈસાની હારજીત નો જુગાર રમી રમાડે છે જે અંગે મળેલ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ચાર ઇસમોને રોકડા રૂ.૩૨,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ. ૨૦,૦૦૦/- નો ગણી કુલ મુદામાલ ૫૨,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ ચોટીલા પો.સ્ટે. ખાતે જુ.ધા.કલમ ૧૨ મુજબ ગુન્હો રજી.કરી ધોરણસર ની કાર્યવાહી કરતી ચોટીલા પોલીસ.
*આરોપીઓના નામ સરનામાં.*
(૧) ભુપતભાઇ મગનભાઈ મેસરીયા જાતે યુ.કોળી ઉ.વ.૪૬ ધંધો.ડ્રાઇવિંગ રહે-દેવસર તા. ચોટીલા જી.સુ નગર
(૨) ખોડાભાઇ રાજુભાઇ માનસુરીયા જાતે.ચુ.કોળી ઉ.વ.૨૪ ધંધો મજુરી રહે-દેવસર તા ચોટીલા જી.સુ.નગર
(3) વીજયભાઇ અમુભાઈ વાઘેલા જાતે.યુ.કોળી ઉ.વ.૨૬ ધંધો ખેતી રહે-દેવસર તા. ચોટીલા જી.સુ.નગર
(૪) મનસુખભાઈ મગનભાઈ મેસરીયા જાતે.ચુ.કોળી ઉ.વ.૪૨ ધંધો મજુરી રહે-દેવસર તા.
*ચોટીલા જી.સુ.નગર કામગીરી કરનાર પોલીસ સ્ટાફના માણસો*
(૧)પો.ઇન્સ.આઇ.બી.વલવી (૨)પો.હેડકોન્સ.ડી.જે.વાઘેલા (૩)પો.કોન્સ વજાભાઇ ભવાનભાઇ સાનીયા
(૪)પો.કોન્સ મયુરભાઇ હીરાભાઈ
(૫)પો.કોન્સ સુખદેવસિંહ ચંદુભા
(૬)પો.કોન્સ આલાભાઇ વીરાભાઇ રોજીયા
(૭)પો.કોન્સ ભરતભાઈ રણુભાઈ મીર
(s)પો.કોન્સ મયુરભાઇ હીરાભાઇ શીયાળીયા
અહેવાલ – અફઝલ મુલતાની ચોટીલા સુરેન્દ્રનગર