Gujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા નો કેમ્પ યોજાયો

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા નો કેમ્પ યોજાયો

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલ – અમદાવાદ દ્વારા આયોજિત વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા, મૂત્રમાર્ગ તેમજ કિડનીમાં પથરીના દર્દીઓ માટેનો મેડિકલ કેમ્પ તા.30/6/24 ને રવિવારનાં રોજ શ્રી લેઉવા પટેલ સમાજ ની વાડી હિફલી બોટાદ ખાતે યોજાયો.
આ નિદાન કેમ્પ ગુજરાત ના ખ્યાતનામ સુપ્રસિદ્ધ ડો.વિક્રમભાઈ શાહ ના માર્ગદર્શન તળે ક્રિષ્ના શેલબી હોસ્પિટલ ના ખ્યાતનામ ડો.પ્રથિત પટેલ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ), ડો.રાજ લિંબાચી, ડો.બોની શાહ(મૂત્રમાર્ગની સમસ્યા તેમજ કિડનીમાં પથરીના સ્પેશિયાલિસ્ટ),ડો.સચિન ઘૂગે (જનરલ સર્જન)એ માનદ સેવા આપી ૧૯૫ જેટલા દર્દી ની તપાસી નિદાન કરવામાં આવેલ. જે ડોક્ટરની કન્સલ્ટિંગ ફી અંદાજે 1500 રૂપિયા જેવી હોય તેવા ડોક્ટરોએ આજે અહીં કેમ્પમાં માનદસેવા આપેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , જાયન્ટ્સ ફેડરેશન પ્રમુખ કેતન રોજેસરા , યુનિટ ડિરેક્ટર સી.એલ.ભીકડીયા , ડી.એ. દીપકભાઈ માથુકિયા,દિલીપભાઈ ભલગામીયા, વિજયભાઈ વાળા,દર્શનભાઈ પટેલ, અતુલભાઇ વાઘેલા,લાલજીભાઈ કળથીયા,નિલેશભાઈ કોઠારી,કાનજીભાઈ કલથીયા, ડો. પરેશભાઈ દરજી ,ડો.પ્રશાંત કળથીયા ,ડો.અરવિંદ સોનાણી , મનસુરભાઈ ખલ્યાણી ,શૈલેષભાઈ પરમાર,કલ્પેશભાઈ ગાંધી,ભાવેશભાઈ ગજેરા,યોગેશભાઈ શેઠ,નાસિરભાઈ ખલ્યાણી ,મુકેશભાઈ જોટાણીયા ,મિલનભાઈ રોજેસરા,ભાવેશભાઈ કણજરીયા,કલ્પેશભાઈ નંદાની,હરેશભાઈ પિઠવા,ચેતનભાઈ જોષી,જયેશભાઈ સોલંકી તેમજ જાયન્ટ્સ ના અનેક સભ્યો ઉપસ્થિત રહી આ નિદાન સારવાર મેડિકલ કેમ્પ સફળ બનાવેલ.

IMG-20240630-WA0051-1.jpg IMG-20240630-WA0050-0.jpg