ગ્રામ્ય પથકમાં નાના બાળકો વહેલી સવારથી જ હોળીના પર્વપર પરંપરાગત રીતે ચાલતી આવતી પ્રથા જે કલર ના ઉડાડવાના બદલા માં વડીલો આશીર્વાદ રૂપે બાળકો ને ગેર (પૈસા) આપે છે અને તે પૈસાના બાળકો સૌ સાથે મડી ગોળધાણી ખાય છે.
ધુળેટી નો પર્વ એટલે એકબીજાને મન મૂકી રંગો ઉડાડી રંગબેરંગી કરવાનો પર્વ છે ખાસ કરીને આ પર્વ પર નાના બાળકો ખૂબ જ મજા લૂંટતા હોય છે.
આ પર્વ પર અગાઉથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીના દિવસે હુંડો, આંધળો પાડો અને નારિયેલ ઉલાવડવા,પથ્થરના ગોળા ફેંકવા સહતી વિવિધ રમતોનું આયોજન કરી ખાસ કરી ને ગ્રામ્ય વિસ્તારમાં આવી રીતે ઉજવણી કરવામાં આવે છે
પરંતુ આ હવે આ જૂની પરંપરાગત જોવા મળતી વિવિધ રમતો વિસરતી જાય છે પરંતુ આ જૂની પરંપરાગત રમતો માંથી આજે ગ્રામ્ય પંથકના કેટલાક વિસ્તાર નાના બાળકો દ્વારા ગેરાયા બની પૈસા (ગેર) ઉઘરાવવાની પરંપરા હજુ પણ જોવા મળે છે
ખંભાળિયા તાલુકાના બેહ ગામે નાના બાળકો વહેલી સવારથી જ ગેરાયા બની હાથમાં વિવિધ કલરો, પાણીના પરપોટા સાથે ગેર ઉઘરાવવા નીકળી પડ્યા હતા આ તકે આ લુપ્ત થતી જૂની પરંપરાને બચાવવા બેહ ગામના વડીલો અગ્રણીઓ અને ગામજનો એ આ બાળકોને કલર ન ઉડાડવાના બદલામાં ગેર આપી હતી અને આ ગેરના પૈસા એકત્રિત કરી સૌ બાળકો સાથે ગોળ ધાણી ખાવાની અનેરી મજા માણી હતી