International

પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એરબેઝ પર આતંકી હુમલો

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એરબેઝ પર સોમવારે રાત્રે આતંકીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પર હુમલો અટકાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. તે જ સમયે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એર સ્ટેશન પીએનએસ સિદ્દીકી પર ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાંથી ઘણા વિસ્ફોટના અહેવાલ છે. આ પછી પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (મ્ન્છ)ના માજિદ બ્રિગેડે તુર્બતમાં નૌસેના એરબેઝ પર હુમલાની જવાબદારી લીધી છે.

મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. તે ચીન અને પાકિસ્તાન પર ક્ષેત્રના સંસાધનોનું શોષણ કરવાનો પણ આરોપ લગાવે છે. ધ બલૂચિસ્તાન પોસ્ટ અનુસાર મ્ન્છએ દાવો કર્યો છે કે તેના લડવૈયાઓ એરબેઝમાં ઘૂસી ગયા છે. આ સિવાય ચીનના ડ્રોન પણ આ બેઝ પર તૈનાત છે.

હુમલા બાદ જિલ્લા આરોગ્ય અધિકારી કેચે ટીચિંગ હોસ્પિટલ તુર્બતમાં ઈમરજન્સી લાદી દીધી છે અને તમામ ડોક્ટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તુર્બતમાં આ હુમલો મ્ન્છ મજીદ બ્રિગેડ દ્વારા અઠવાડિયામાં બીજાે અને આ વર્ષે ત્રીજાે હુમલો છે. અગાઉ ૨૯ જાન્યુઆરીએ તેણે ગ્વાદરમાં લશ્કરી જાસુસી મુખ્યાલય માચ શહેરને નિશાન બનાવ્યું હતું, ૨૦ માર્ચે તેણે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌકાદળના એરબેઝ પર હુમલો કર્યો હતો.

ધ બલૂચિસ્તાન પોસ્ટે અહેવાલ આપ્યો હતો. ૨૦ માર્ચે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં અનેક વિસ્ફોટો અને ગોળીબારના અહેવાલો પછી શરૂ થયેલી લડાઈમાં ઓછામાં ઓછા બે પાકિસ્તાની સૈનિકો અને આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઠ આતંકવાદીઓના એક જૂથે પોર્ટ ઓથોરિટી કોલોનીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.

ગ્વાદર બંદર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (ઝ્રઁઈઝ્ર) માટે મહત્વપૂર્ણ છે. આ ચીન દ્વારા નિયંત્રિત છે. તેમાં અબજાે ડોલરના રોડ અને ઉર્જા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે અને તે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (મ્ઇૈં)નો પણ એક ભાગ છે. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આઠ આતંકવાદીઓના એક જૂથે પોર્ટ ઓથોરિટી કોલોનીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. ગ્વાદર બંદર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (ઝ્રઁઈઝ્ર) માટે મહત્વપૂર્ણ છે. આ ચીન દ્વારા નિયંત્રિત છે. તેમાં અબજાે ડોલરના રોડ અને ઉર્જા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે અને તે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (મ્ઇૈં)નો પણ એક ભાગ છે.