Gujarat

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના સિંગલા, લુણી અને બાળવાવ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં બાલવાટિકા અને ધોરણ એકમાં બાળકો અને બાળકીઓને પ્રવેશ અપાયો હતો.
કે 26 જૂનથી આગામી 28 જૂન સુધી સમગ્ર ગુજરાતી અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર તાલુકાના સિંગલા, લુણી અને બાળવાવ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિંગલા પ્રાથમિક શાળાની અંદર બાલવાટિકામાં બે જેટલા બાળકો અને ત્રણ જેટલી બાળકીઓને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. અને ધોરણ એકમાં ચાર જેટલા બાળકો અને પાંચ ચાર જેટલા બાળકો અને પાંચ બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ લુની ગામે પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 10 જેટલા બાળકો અને પાંચ જેટલી બાળકીઓને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. અને ધોરણ એકમાં પાંચ જેટલા બાળકો અને પાંચ જેટલી બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.  બાળવાવ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ત્રણ જેટલા બાળકો અને છ જેટલી બાળકીઓને  પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને ધોરણ એકમાં ૫ જેટલા બાળકો અને બે જેટલી બાળકીઓને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ કલ્પેશભાઈ રાઠવા, આચાર્ય, શિક્ષકો, સી.આર.સી સહિત મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ જોડાયા હતા.